
તા.૨૨.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ રૂરલ પોલીસે વરસડા થી મસવાડ રોડ ઉપર છબાપુરા ત્રણ રસ્તા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂના પ્લાસ્ટીકના ક્વાટરીયા કુલ ૫૭૬ રૂા. ૫૭,૬૦૦/- નો પ્રોહી મુદ્દામાલ તથા સ્વીફ્ટ ગાડીની કિ.રૂા.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂા.૧,૫૭,૬૦૦/- નો પ્રોહીબીશનનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પંચમહાલ ગોધરા રેન્જ ના નાયબ પોલીસ મહા નિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પંચમહાલ જીલ્લા નાં પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીનાઓએ અત્રેના જીલ્લામાં અસામાજીક પ્રોહીબિશનની પ્રવૃતી કરતા અને વિદેશી દારૂના જથ્થાની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ તપાસ રાખી જીલ્લામાં પ્રોહીબિશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સુચના આપેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક.વી.જે.રાઠોડ હાલોલ વિભાગ હાલોલ નાઓના જરૂરી માર્ગદર્શન હેઠળ હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાનાઓને ચોક્કસ બાતમી દારો દ્વારા બાતમી મળી હતી કે એક સફેદ કરલરની સ્વીફટ ફોર વ્હીલ ગાડી જેનો રજીસ્ટર નંબર GJ-7-BB-5005 માં સંજય અરવિંદભાઈ રાઠોડ રહે. ગોવીંદપુરીનાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી લઇ વરસડા થી મસવાડ ગામ તરફ આવનાર છે જે આધારે પી.આર.ચુડાસમા પોલીસ સબ ઇન્સપેકટર તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને સમજ કરી વરસડા થી મસવાડ રોડ ઉપર છબાપુરા ત્રણ રસ્તા પાસે વોચ તપાસ રાખી બાતમી મુજબની સ્વીફ્ટ ગાડી રોકી તેને ચેક કરતા પ્રોહી મુદ્દામાલ મળી આવતા હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.










