વડગામ તાલુકાના બસુગામના આધેડ ના ફેફસાંમાં ફસાયેલા દૂરબીનથી દાંત કાઢી જીવન બક્ષતા ઈ.એન.ટી. સર્જન ડો.કૌશલ પ્રજાપતિ

24 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વડગામ તાલુકાના બસુ ગામના 57 વર્ષીય આધેડનું ઓક્સિજન લેવલ ઘટી જવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતા પરિવારજનો પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા જેથી એક્સરેમાં તપાસ કરતા ડોક્ટર ને માલુમ પડ્યું કે ફેફસામાં બે દાંત ફસાઈ ગયા હોવાનું સામે આવતા તુરંત ઓપરેશન કરીને દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આધેડના બે દોઢ તૂટી જઈને ભૂલથી દર્દીની શ્વાસનળીમાં થઈ ફેફસાં સુધી પહોંચી ગયા હતા અને પરિવારજનો જીવ અધ્ધર થઈ ગયેલ હતો. માવજત હોસ્પિટલ ના સૂત્રોએ આપેલી માહિતી મુજબ જણાવ્યું હતું બસુ ગામના પ્રજાપતિ આધેડ ને અચાનક ઓક્સિજન લેવલ ઘટી જવાની ફરિયાદ સાથે માવજત હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા જેથી ફરજ પરના હાજર તબીબ દ્વારા દર્દીનું નિદાન કરતા જાણવા મળ્યું કે દર્દીના બે દોઢ તૂટી ભૂલથી દર્દીને શ્વાસનળી દ્વારા ફેફસાં સુધી પહોંચી ગયા હતા અને ફેફસામાં ફસાઈ ગયા હતા જેથી ઈ.એન.ટી ડોક્ટર કૌશલભાઈ પ્રજાપતિ દ્વારા દર્દીને બોનક્રોસ્કોપી કરી દૂરબીન વડે દાંત બહાર કાઢી જીવ બચાવ્યો હતો. પરિવારજનોએ ડોક્ટર ને ભગવાન નું સ્વરૂપ માનીને ડોક્ટર નો આભાર વ્યક્ત કર્યો હતો.