AHAVADANG

ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસની ટીમે નડગચોંડ ખાતેથી દારૂના જથ્થા ભરેલી કાર ઝડપી પાડી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગની સાપુતારા પોલીસની ટીમે નડગચોંડ ખાતે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે 2 ને ઝડપી પાડ્યા હતા.તેમજ કુલ કિંમત રૂપિયા 5,59,400/- નો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.તથા પાયાલોટિંગ કરનાર 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા..પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં એસપી યશપાલ જગાણીયા તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ દારૂ અને જુગારબદીને નેસ્તાનાબૂદ કરવા માટે સાપુતારાનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજનની ટીમને સૂચના આપી હતી.જે સૂચના અન્વયે સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે.નિરંજનની પોલીસ ટીમે સાપુતારા પોલીસ મથકનાં હદ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યુ હતુ. ત્યારે સાપુતારા પોલીસની ટીમને હદ વિસ્તારમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી.જેથી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ કે.જે.નિરંજન તથા અ.હે.કો સંજયભાઈ ભોયે તેમજ પોલીસ કર્મીઓએ બાતમીના આધારે વઘઈના નડગચોંડ ગામ ખાતે વોચ ગોઠવી હતી.ત્યારે આઇ-20 ફોરવ્હીલ કાર નં.GJ-05-JH-7926 આવતા સાપુતારા પોલીસે તેને રોકવા પ્રયત્ન કર્યો હતો.પરંતુ પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી સરકારી પી.સી.આર. વાન રજી નં.GJ-18-GB-5646  આગળની સાઇડે કારચાલકે ટક્કર મારી દીધી હતી.જોકે કાર સવાર અજય રાજેન્દ્ર હળપતિ (રહે.મોરાય ડુંગર કળીયુ,વાપી તા.વાપી જી.વલસાડ) અને   મહેન્દ્ર ઉર્ફે ભૈયો હિરા હળપતિ (રહે. દોડી કડવા પટેલ ફળીયું નાનીદમણ) ને પોલીસે ઝડપી પાડયા હતા.અને કારની તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ પોલીસે કુલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા 1,94,400/- તથા મોબાઈલ નંગ -3 જેની કિંમત રૂપિયા 15 હજાર અને કાર જેની કિંમત રૂપિયા 3.5 લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા 5,59,400/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.અને પાયલોટિંગ કરનાર ગોપી ઉર્ફે પ્રીયાંક મુકેશપટેલ (રહે.તંબાડી તા.વાપી જી.વલસાડ)  અને એનીષ સુરેશ પટેલ (રહે.નાહુલી સ્કુલ ફળીયું, તા.વાપી, જિ.વલસાડ) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.હાલમાં સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ.કે.જે.નિરંજને આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button