
કાંકરેજ તાલુકાના આંબલુણ પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય સ્વ.ભરતભાઈ નારાયણભાઈ પ્રજાપતિ (મણુદ)ના અવસાન નિમિત્તે પરિવાર તરફથી આંબલુણ પ્રા.શાળા,ગંગાપુરા પ્રા. શાળા તેમજ હરિનગર પ્રા. શાળા એમ કુલ ત્રણ શાળાના બાળકોને મોહનથાળ,પુરી-શાક,ગોટા-ચાટણીનું લગભગ ૩૨૫ બાળકોને ગત તા.૧૨/૦૧/૨૦૨૪ને શુક્રવારના રોજ તિથિ ભોજન આપવામાં આવ્યું.ભોજન પ્રસાદ લીધા બાદ શાળાના બાળકોએ પતંગોત્સવ કાર્યક્રમમાં ભાગ લઈ ઉત્સવને માણ્યો હતો.અને તમામ બાળકોએ શિક્ષકો સાથે આવનાર ઉતરાયણ પર્વની આકાશમાં પતંગ ચગાવીને મજા માણી હતી.આ પ્રસંગે આગણવાડા પ્રા.શાળાના આચાર્ય કિશનભાઈ પરમાર, આંબલુન પ્રા.શાળાના આચાર્ય કનુભાઈ પરમાર, સી.આર.સી. રમેશભાઈ દેસાઈ સહિત શાળા સ્ટાફ હાજર રહી દાતા પરિવારનું શાલ ઓઢાડી સન્માન કરી આભાર માન્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]



