
લલીત નિમાવત, બાલંભા
૨૮/૬/૨૩,
જોડિયા:કોઈ પણ વસ્તુ અથવા સ્થળ બાહર થી સુંદરતા નો અહેસાસ કરાવે છે પરંતુ અંદર થી પોલમપોલ, કંઈ આવુજ જોડિયા ના ચૌરાશેરી વિસ્તારમાં જોવા મળ્યું રહયુ છે બે શતાબ્દી થી જોડિયા ના ચૌરાશેરી વિસ્તારમાં ની એક ઈમારત જે પોતાના સમય આજે વર્તમાન માં. સાક્ષી તરીકે ઉભી રહેતા આ વિસ્તાર ના લોકો માટે જોખમ કારક સિદ્ધ થઈ રહી છે ૨૦૦૧ વર્ષ માં વિનાશક ભુકંપ ના માર થી સંપૂર્ણ મકાન ખડબડી ગઈ છે જેના કારણે શેરી વિસ્તાર રહેણાંક તથા અવરજવર કરતાં રાહગીરો ભય નો અનુભવ કરી રહ્યા છે. આ વિસ્તાર ના લોકો દ્વારા પંચાયતી તંત્ર માં રજુઆત પણ કરી ચુક્યા છે પંચાયત તંત્ર દ્વારા જામનગર રહેતા મકાન માલિક ને નોટિસ ફટકારી છે, છ: માસ થયાં, આજ સુધી જર્જરિત મકાન ના પ્રશ્ન નો ઉકેલ આવેલ નથી, મોનસુન નુ ગુજરાત માં આગમન થઈ ચુકયું છે જોડિયા નુ તંત્ર ચૌમાસા દરમ્યાન મકાન ધરાશય થયાં ની પ્રતીક્ષા માં ની રાહ જોઈ રહી હોય તેવું તે વિસ્તાર લોકો માની રહ્યા છે_!






