
2 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઉપાસના વિદ્યાલય માં તારીખ 1 જુલાઈ શનિવાર ના રોજ ગુરુપૂર્ણિમા તેમજ ડોક્ટર ડેની ઉજવણી કરવામાં આવી. જેમાં ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી ભરતભાઈ જોશી તેમના ધર્મ પત્ની અને ભારત વિકાસ પરિષદના મહિલા સહસંયોજીકા શ્રીમતી અંજનાબેન જોશી તેમજ મંત્રીશ્રી લાલજીભાઈ જુડાલ હાજર રહ્યા હતા . શાળામાં પધારેલ અતિથિ વિશષશ્રીઓનું સન્માન તુલસીના ક્યારા આપીને કરવામાં આવ્યું.ડોક્ટર ડે નિમિત્તે ડોક્ટર પાર્થ લિમ્બાચીયા, ડોક્ટર નીતિન પટેલ તેમજ ડોક્ટર મંત્ર બ્રહ્મભટ્ટ હાજર રહ્યા હતા.શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને આજના દિવસે ગુરુનું મહત્વ સમજાવ્યું તેમ જ ડોક્ટર ડે નિમિત્તે સમાજમાં ડોક્ટરનું મહત્વ શું છે .તેની પણ સાચી સમજ આપી. ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી એ પણ આજના દિનનું મહત્વ સમજાવ્યું. ભારત વિકાસ પરિષદ તરફથી રમતગમત ક્ષેત્રે તેમજ શિક્ષણ ક્ષેત્રે અવલ નંબર મેળવનારને સર્ટી એનાયત કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં બાળકોએ આ દિવસની થીમ આધારિત સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા. વિદ્યાર્થીઓએ ગુરુઓને તિલક કરી તેમનું પૂજન કર્યું . કાર્યક્રમમાં બધા જ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ કાર્યક્રમનું સંચાલન અર્પણાબેન તેમજ નેન્સીબેને કર્યું હતું.



