કાંકરેજના માંડલા થી જાખેલ ખાતે દલિત સમાજના વરરાજાની જાન બળદ ગાડામાં લગ્નમંડપે આવી
ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા દલિત સમાજના બુકોલીયા તથા સાંપરિયા પરિવાર

કાંકરેજ તાલુકાના માંડલા ગામના દલિત સમાજના સાંપરિયા જીવણભાઈ જેઠાભાઈ ના સુપુત્ર ચિ.હિતેશ ના લગ્ન હોઈ પોતાની જાન લઈ બળદગાડામાં બેસી વેલડામાં જાખેલ ખાતે પરણવા પધાર્યા હતા.
કાંકરેજ તાલુકાના અમુક ગામોમાં હજુ જૂની પરંપરા જળવાઈ રહી છે.જૂની પરંપરા અનુસાર માંડલા ગામના દલિત સમાજના સાંપરિયા જીવણભાઈ જેઠાભાઈ ના સુપુત્ર ચિ.હિતેશ આજરોજ તા.૦૯/૦૬/૨૦૨૪ ને રવિવારના રોજ બળદ ગાડામાં (વેલડામાં) બેસી બળદ ગાડામાં સાજન માજન તેમજ પરિવાર સાથે જાન જોડી સમાજના રીત રિવાજ પ્રમાણે જાખેલ ખાતે બુકોલીયા શંકરભાઈ જવાભાઈ ની સુપુત્રી ભારતી સાથે પરણવા જાન લઈ ને આવેલ.જીવનમાં લગ્નને લઈ ધનિક પરિવારો દ્વારા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે.મોંઘી ગાડીઓમાં વરરાજા તેમજ જાનૈયા લગ્ન માટે જાન જોડી જતાં હોય છે. જોકે વર્ષો પહેલા બળદ ગાડા તેમજ ઊંટ લારી,બગી સણગારીને જાન લઈ જવામાં આવતી હતી.સમય બદલાતા હવે રોડ રસ્તા બની જતા અને લોકો હવે ડી.જે.તાલે મોંઘી ગાડીઓમાં જાન લઈ જતા હોય છે.ત્યારે કાંકરેજ તાલુકાના દલિત સમાજના શિક્ષિત વર્ગે સાદાઈ થી લગ્ન કરી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા મથામણ કરી છે.અનેક બળદ ગાડા સાથે વેલડામાં નીકળેલી જાનને જાખેલ ખાતે જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા




