BANASKANTHAKANKREJ

થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા વિધાર્થીઓને ફ્રી માં ચોપડા વિતરણ કરાયા.

મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે (મરાઠી) એક વિચારક, સમાજ સુધારક,લેખક,તત્વ ચિંતક,દાર્શનિક, વિદ્વાન અને સંપાદક હતા.તેઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી શિક્ષણની ચળવળનો પાયો નાખ્યો હતો.આ સિવાય પણ શિક્ષણ,ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા નિવારણનાં ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણક્ષેત્રે હતું.પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની પ્રથમ શાળા શરૂ કરી હતી.તેમણે ૨૪ સપ્ટેમ્બર ૧૮૭૩ ના રોજ પુના ખાતે સત્યશોધક સમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી.આવી મહાન વિભુતીના નામે જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ ખાતે સમાજના સહિયારા સહયોગથી સારીએવી કામગીરી જેવીકે ચોપડા વિતરણ, કોચીન કલાસ,પાલક માતા પિતા યોજનાની કાર્યવાહી કરતી સંસ્થા  દાતાઓના સહયોગથી આજ રોજ તા.૧૧/૦૬/૨૦૨૪ ને મંગળવાર ના રોજ સવારે પ્રમુખ જીતેન્દ્રકુમાર સાંપરિયા,ખજાનચી ચંપકભાઈ પરમાર,સંયોજક યોગેશભાઈ,મહેશભાઈ, કરણભાઈ,કમલેશભાઇ, માધાભાઈ, બાલચંદભાઈ, નટુભાઈ વગેરેની ઉપસ્થિતિમાં વિધાર્થીઓને ફ્રી માં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button