
શિયાળાની ઋતુમાં પડતી કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે ગરીબોને ખુબજ તકલીફ રહેતી હોય છે.ગરીબો માટે ગરમ વસ્તુ તથા ગરમ ધાબળા ખરીદવા ખુબજ મુશ્કેલ હોય છે.આવી મુશ્કેલીનો તથા ઠંડી માટે રક્ષણ મેળવવાનું કામ ગરીબ પરિવાર સાથે નાતો રાખીને માનવતા મહેકાવી પુણ્યનું કામ કાંકરેજ તાલુકાની એક સંસ્થા આદિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ખુબજ મહત્વની ભૂમિકા ભજવે છે.ત્યારે કાંકરેજ તાલુકાના ઈન્દ્રમાણામાં રહેતા ગરીબોને કાંકરેજ તાલુકાના આકોલી આદિનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કૃણાલભાઈ શાહ,કેશરભાઈ દેસાઈ આકોલી,વિષ્ણુભા વાઘેલા દ્વારા રમેશભાઈ પ્રજાપતિ,વિક્રમજી રાઠોડ,રમેશજી રાઠોડ,વેલુભા વાઘેલા,ચીનલાલ શાહની હાજરી માં આજરોજ તા.૧૧/૦૧/૨૦૨૪ ને ગુરૂવારના રોજ સવારે લગભગ ૫૦ ધાબળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે લાભાર્થીઓ,ગામલોકો,ભાઈ- બહેનોએ આદિનાથ ચેરીટેબલ ટ્રસ્ટ કાંકરેજ તાલુકાના કાર્યકરોનો આભાર માન્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ,કાંકરેજ તાલુકો




