BANASKANTHAKANKREJ

Thara : થરામાં ડૉ.બાબા સાહેબ આંબેડકરના ૬૭ માં નિર્વાણ દિનની ઉજવણી કરાઈ.

ભારતના બંધારણના ધડવૈયા દલિતોના મસિહા પ્રબુધ્ધ મહાન વિભૂતિ અને ભારતીય સપૂત વંદનીય મહામાનવ ભારત રત્ન પિતા રામજી માલોજી સકપાલ ને ત્યાં માતા ભીમાબાઈ ના કુખે ૧૪ મી એપ્રિલ ૧૮૯૧ માં જન્મેલ અને ૬ ડિસેમ્બર ૧૯૫૬ ના રોજ નિર્માણ પામેલ ડૉ.બાબા સાહેબ આંબેડકરના ૬૭  માં નિર્વાણ દિન નિમિતે કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ સંત રોહિદસ કુમાર છાત્રાલય,ધી બાબા સાહેબ આંબેડકર પછાત વર્ગ પ્રગતિ મંડળ ખાતે બુધવાર તા.૦૬/૧૨/૨૦૨૩ ના રોજ સંત ગુરૂ રવિદાસ વિશ્વ મહાપિઠ રાષ્ટ્રીય પ્રવક્તા પરમાર પ્રવીણભાઈ મઘાભાઈ કાંકરેજ ના અધ્યક્ષ સ્થાને બાબા સાહેબને શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા. “બાબા સાહેબ અમર રહો”,જય ભીમ” ના નારા સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરેલ.ત્યારે ઉત્તર ગુજરાત રોહિત સમાજ સેવા ટ્રસ્ટ રાધનપુર ના ઉપપ્રમુખ રામજીભાઈ પરમાર ભાવનગર, થરા નગર પાલિકા કોર્પોરેટર મહેન્દ્રસિંહ વાઘેલા,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી. પરમાર,મહામંત્રી
રઘવેન્દ્ર કે. જોષી,અલ્પેશભાઈ શાહ, નિરંજનભાઈ ઠક્કર,મુકેશભાઈ વકીલ,રઘુભાઈ મકવાણા સહિત અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. પ્રવીણભાઈ એમ.પરમાર ની મહેનત થી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નટવર.કે.પ્રજાપતિ , થરા

[wptube id="1252022"]
Back to top button