બનાસકાંઠા ના ડીસાના ઝેરડા ગામેથી જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ

17 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીની જિલ્લાને પાણીદાર બનાવવા ખેડૂતોને અભિયાનમાં સહયોગની અપીલ કરી..રાજ્ય સરકારે વરસાદી પાણીનું ટીપેટીપું બચાવવા ચાલુ વર્ષે જળ અભિયાનની શરૂઆત વહેલી કરવાનો નિર્ણય લીધા બાદ આજથી સમગ્ર રાજ્યમાં આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લામમાં ડીસાના ઝેરડા ગામે આજે સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની શરૂઆત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કરાવી છે.ઝેરડા ગામે પૂજાવિધિ બાદ તળાવ ઊંડુ કરવાની કામગરી હાથ ધરાઈ હતી. સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજ રીતે બનાસડેરીના સહયોગથી તળાવો ઊંડા કરવાની કામગીરી કરવામાં આવશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ સમગ્ર જિલ્લાને પાણીદાર બનાવવા જળ અભિયાનમાં સહયોગ આપવા ખેડૂતોને પણ અપીલ કરી હતી. સાથે ગામેગામ તળાવ ચેકડેમ ખેત તલવાડી બનાવી રણમાં વહી જતા વરસાદના એક એક ટીપા પાણીને બચાવી સંગ્રહ કરવાની અપીલ કરી હતી.તળાવ ઊંડા કરવાથી તેમજ તળાવમાં વધુ પાણી સંગ્રહ થવાના કારણે આસપાસના અનેક ગામોને ફાયદો થતો હોય છે, તેવું સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું. સુજલામ સુફલામ યોજના અંતર્ગત બનાસકાંઠામાં મોટી સંખ્યામાં તળાવો ઊંડા થશે. સાથે ખેત તલાવડી અને ચેકડેમની કામગીરી પણ કરવામાં આવશે. જેના કારણે બનાસકાંઠામાંથી રણમાં વહી જતું પાણી અટકશે અને જિલ્લામાં પાણીના તળ જળવાઈ રહેશે.



