
28 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
આજ તારીખ 28 ફેબ્રુઆરી 2024 ના રોજ માર્ચ 2024 માં લેવાનાર ધોરણ 10&12 ની બોર્ડ પરિક્ષા માટે જિલ્લામાં લેવાનાર પરીક્ષા જુદા જુદા સ્થળોના પરીક્ષા સ્થળ સંચાલકની 2 સ્થળો પર મીટીંગ યોજાઈ જેમાં કે.કે.ગોઠી હાઇસ્કુલ, પાલનપુર માં સવારે 11:00 કલાકે 3 ઝોનના 116 સ્થળ સંચાલકોને માર્ગદર્શન તાલીમ યોજવામાં આવી ત્યાર બાદ આદર્શ હાઇસ્કુલ ડીસા ખાતે બપોરે 2:00 વાગે 4 ઝોનના કુલ 138 પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકની માર્ગદર્શન મીટીંગ યોજવામાં આવી જેમાં જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ દ્વારા બોર્ડ પરીક્ષાલક્ષી ખુબ ઊંડાણ પૂર્વની માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું અને પરીક્ષા લેનાર તમામ સ્થળ સંચાલકોને શુભેછાઓ પાઠવવામાં આવી.જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાલનપુર, જિલ્લો:બનાસકાંઠા.
[wptube id="1252022"]