BANASKANTHAPALANPUR
ડીસા ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સરદાર પટેલ હાઈસ્કૂલ માં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

6 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ડીસા ખાતે ભારત વિકાસ પરિષદની મહાવીજય શાખા દ્વારા સરદાર પટેલ હાઇસ્કૂલમાં ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. જે પ્રસંગે ભારત વિકાસ પરિષદના અમૃતભાઈ પઢિયાર, સુરેશભાઈ ઠક્કર ,પ્રમોદભાઈ ઠક્કર રામસા જોગીડ અને પંકજભાઈ સોની તેમજ શાળાના આચાર્યશ્રી નાનજીભાઈ ખરસાણ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે તેજસ્વી તારલાઓનું સન્માન અને શિક્ષકશ્રીઓની ગુરુવંદના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન છાયાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
[wptube id="1252022"]