BANASKANTHAPALANPUR

ગુરુજી કી પાઠશાલા દ્વારા યોજાતી એકલવ્ય પરિક્ષામાં જિલ્લામાં બીજા ક્રમે દક્ષ પરમાર

17 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠ

પાલનપુર સ્થિત ગુરૂજી કી પાઠશાલા જે એક કલાસીસ સ્વરૂપે ચાલે છે. જેમાં ધોરણ ૧૦ની બોર્ડની એકઝામ માટે આખા વર્ષ દરમ્યાન દરેક ગરીબ-મધ્યમવર્ગના બાળકોને વિનામૂલ્યે કોચિંગ આપવામાં આવે છે. ગુરૂજી કી પાઠશાલા દ્વારા અન્ય શૈક્ષણિક પ્રવૃતિઓ પણ થાય છે. જેમાં અનેકવિધ શાળાઓમાં દર વર્ષે એકલવ્ય પરીક્ષા યોજાય છે. જેમાં ધોરણ-૯ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા યોજાય છે. જેમાં ધોરણ ૬,૭,૮નોએનસીઈઆરટી પ્રમાણેનો સંપૂર્ણ અભ્યાસક્રમ તથા ધોરણ-૯ની કક્ષા પ્રમાણે જનરલ નોલેજ તથા તાર્કિક પ્રશ્નો બહુવિકલ્પ MCQ સ્વરૂપે જ પૂછવામાં આવે છે. ૧૦૦ ગુણના પ્રશ્નપત્રમાંથી સૌથી વધુ ગુણ મેળવેલ પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને પ્રથમ,દ્વિતીય અને તૃતીય ઈનામમાં અનુક્રમે ૫૦૦૦, ૨૫૦૦,૧૧૦૦ તેમજ શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. જેમાં શ્રીમતી એસ.કે. મહેતા હાઈસ્કૂલમાં ધોરણ ૯ માં અભ્યાસ કરતાં દક્ષ રાજેશભાઈ પરમાર દ્વિતિય ક્રમાંકે આવતાં તેને પાલનપુર કાનુભાઈ મહેતા હોલ ખાતે    પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રંગ તરંગ કાર્યક્રમમાં શિલ્ડ, પ્રમાણપત્ર અને ૨૫૦૦ રૂપિયા ઈનામ થી સન્માન કરાયું હતું.એકલવ્ય પરીક્ષાના ફોર્મ ભરવા તેમજ પરીક્ષાને લગતી તમામ તૈયારીઓ માટે  શ્રી જતિનકુમાર ઠાકરે માર્ગદર્શક બની ભારે જહેમત ઉઠાવી હતી. શાળાના આચાર્યે તેમજ સ્ટાફ ગણ અને વિધાર્થી મિત્રોએ પ્રાર્થના સભામાં દક્ષ પરમારને ત્રણ તાળીઓ થી બિરદાવ્યા હતાં અને હજુયે સફળતાના શિખરો સર કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

[wptube id="1252022"]
Back to top button