
શ્રી કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરામાં આવેલ આર્ટ્સ એન્ડ કૉમેર્સ કોલેજ માં આજરોજ તા.૧૫/૦૩/૨૦૨૪ ના રોજ બી.એ./બી.કોમ.સેમ-૬ અને એમ.એ./એમ.કોમ.સેમ-૪ ના વિદ્યાર્થી ભાઈ-બહેનો દીક્ષાન્ત અને પરિતોષિક વિતરણ સમારોહ જૈનાચાર્યશ્રી પરમ પૂજ્ય જયસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય ગણિવર્ય પરમ પૂજ્ય કરૂણાદ્રષ્ટિ વિજયજી મહારાજ સાહેબની પાવન
નિશ્રામાં કાંકરેજ તાલુકા કેળવણી મંડળના પ્રમુખ ધીરજકુમાર કે. શાહના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.કોલેજના આચાર્ય ડૉ. દિનેશકુમાર એસ.ચારણે ઉપસ્થિત પરમ પરમ પૂજ્ય ગુરૂદેવનું સ્વાગત કરી દીક્ષાર્થી ભાઈ-બહેનોને સ્પર્ધાત્મક સમય માં ઉજ્જવળ પરિણામો પ્રાપ્ત કરી કઠણ પરિશ્રમ કરી ચોક્કસ ધ્યેય પ્રાપ્ત કરી કોલેજનું નામ રોશન કરવા શુભકામનાઓ પાઠવેલ. આ પ્રસંગે ગણિવર્ય પરમ પૂજ્ય કરૂણાદ્રષ્ટિ વિજયજી મહારાજ સાહેબે જીવનની ઈમારત ચણવાની સફળતાની ચાવીઓનુ દ્રષ્ટાંતસભર વિશ્લેષણ કરી હકારાત્મક વિચારધારા,પરોપકારતા,પવિત્રતા,માં
વિદ્યાર્થીઓ એ કોલેજના સંસ્મરણોને વાગોળી પ્રતિભાવો વ્યક્ત કરી ‘વિદાયગીત’ અને ‘ગરબો’ રજૂ કરેલ આ પ્રસંગે કેળવણી મંડળના મંત્રી જીતેન્દ્રકુમાર સી.ધાણધારા, કેળવણી મંડળના સદસ્યો,શ્રી ઓગડ વિદ્યામંદિર કર્મચારી ગણ, નગર પાલિકાના કોર્પોરેટર ગીરાબેન ડી.શાહ,સમકિત શાહ તથા કોલેજનો સમગ્ર કર્મચારી ગણ સહિત વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.મયંકભાઈ એમ. જોષીએ કરેલ આભાર વિધિ ડૉ.નિતેશભાઈ પટેલે કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ થરા




