GONDALGUJARATRAJKOT

Rajkot: ગોંડલ તાલુકાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ ૨૫ ઓક્ટોબરે યોજાશે

તા.૧૬/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Gondal: ગુજરાત રાજયના નાગરીકોના શહેર કે તાલુકા કક્ષાના પ્રશ્નોનો અસરકારક અને ન્યાયીક રીતે નિકાલ થાય, તે માટે સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવે છે. જે અંતર્ગત ગોંડલ નગરપાલિકા વિસ્તાર તથા ગોંડલ શહેર કક્ષાના પ્રશ્નો માટે આગામી તારીખ ૨૫ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૧ કલાકે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ પ્રાંત અધિકારી અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, ગોંડલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવશે. જેની સંબંધિત લોકોએ નોંધ લેવા ગોંડલ (શહેર) મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button