BANASKANTHA

જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે જ્ઞાન મહિમા અંતર્ગત શિબિરનું આયોજન

14 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

જય શ્રી દ્વારકાધીશ સરસ્વતી વિદ્યાલય મોટાસડા ખાતે જ્ઞાન મહિમા અંતર્ગત શિબિર નું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગાયત્રી શક્તિ પીઠ અંબાજીના મહંતો શ્રી અમૃતભાઈ પટેલ પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ તેમજ નારાયણભાઈ યજ્ઞાચાર્ય ને આમંત્રિત કરવામાં આવ્યા. શ્રી પ્રવીણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય તેમજ નૈતિક મૂલ્યોનો વિકાસ થાય તે અંગે ઉપદેશ આપવામાં આવ્યો. શાળાના આચાર્ય શ્રી ડી ટી રાઠોડ સાહેબ દ્વારા જ્ઞાનનો મહિમા સમજાવવામાં આવ્યો. સમગ્ર શાળા પરિવાર દ્વારા શ્લોક ગાન કરી વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું અંતમાં શાળાના શિક્ષક શ્રી દિપકભાઈ બી પ્રજાપતિ દ્વારા આભાર વિધિ કરવામાં આવી

[wptube id="1252022"]
Back to top button