વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
બોર્ડની પરિક્ષાને આડે ખૂબ ઓછા દિવસો વધ્યા છે ત્યારે પ્રત્યેક સ્કુલ પોતાના વિધાર્થીના હિતમા કઈને કઇ મોટીવેશન પ્રોગ્રામનું આયોજન કરે છે ત્યારે પ્રખ્યાત વિશ્વંભરીમાના મંદિર નજીક રાબડા ગામે આવેલી સાર્વજનીક માધ્યમિક શાળામાં પણ આવનારી બોર્ડની પરીક્ષા નિમિતે શુભેચ્છા કાર્યક્રમ અને ઈનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે દિવ્યેશ ખાંડાવાલા,ભૈરવી અને ગિરીશ પટેલ,રાબડા હાજર રહ્યા હતા.
ઇનામ વિતરણ કાર્યકમમા રાબડા ગામના જ એર ઇન્ડિયાના ભૂતપૂર્વ મેનેજર,ગિરીશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રોફી સ્પોન્સર કરવામાં આવી હતી અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, ત્યારબાદ મહારાજા ઇવેન્ટ ખેરગામના ઓનર દિવ્યેશ ખાંડાવાલા એ વિધ્યાર્થીઓને ભયમુકત પરિક્ષા કઇ રીતે આપવી,વાંચેલું સરળતાથી યાદ કઈ રીતે રાખવું એની ટિપ્સ અને ટ્રીક્સ આપી હતી અને લાસ્ટમાં “કુછ કિયે બીના યુહી જયજયકાર નહિ હોતી કોશિશ કરને વાલોં કી કભી હાર નહિ હોતી” જેવી જોરદાર મોટીવેશન શાયરી રજૂ કરીને વિધ્યાર્થીઓની હિંમત વધારવામાં આવી હતી.
આ પ્રોગ્રામ ને સફળ બનાવવામાં પ્રિન્સિપાલ વૈશાલીબેન એ ટેલર, અને અન્ય શિક્ષકો સંજય મહેતા,કલ્પનાબેન આહીર, પ્રતીક્ષા પટેલ
વગેરેનો અગત્યનો ફાળો રહ્યો હતો.





