પાલનપુર ખાતે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો

3 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર,સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ખાતે બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ આયોજિત સ્કાઉટ ગાઈડ પ્રમાણપત્ર વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે અતિથિ વિશેષ મહેશચંદ્ર ભટ્ટ- કન્વીનર-બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘ, મણીભાઈ સુથાર આચાર્ય કે.કે ગોઠી સ્કૂલ પાલનપુર, મહેશભાઈ પટેલ જિલ્લા- આસિસ્ટન્ટ ચીફ કમિશનર બનાસકાંઠા, આઈ. એન. બલોચ જિલ્લા મંત્રી, પી. વી. પરમાર -જિલ્લા કમિશનર સ્કાઉટ, જીતુભાઈ પટેલ જિલ્લા આયોજક કમિશનર સ્કાઉટ, છાયાબેન પ્રજાપતિ જિલ્લા કમિશનર ગાઈડ, સુરેશ સિંહ ચૌહાણ ટ્રેનિંગ કમિશનર સ્કાઉટ, હેમાભાઈ પરમાર ,રમેશભાઈ ઠાકોર લીડર ટ્રેનર સ્કાઉટ, ભામિનીબેન મિસ્ત્રી લીડર ટ્રેનર ગાઈડ, દિનેશ ચૌધરી જિલ્લા સંયુક્ત મંત્રી, વસંતભાઈ પરમાર સ્કાઉટ માસ્ટર એસ.સી ડબલ્યુ હાઇસ્કુલ ડીસા ,દેવયાનીબેન ગાઈડ કેપ્ટન વિદ્યામંદિર પાલનપુર, જિલ્લાની શાળાના સ્કાઉટ માસ્ટર ગાઈડ કેપ્ટન અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા.”મારા જીવન ઘડતરમાં સ્કાઉટ ગાઈડ નો ફાળો” આ વિષય આધારિત નિબંધ લેખન સ્પર્ધામાં જિલ્લાના વિજેતા થનાર બાળકોને સર્ટિફિકેટ અને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.



