BANASKANTHAPALANPUR

બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોના પ્રશ્નો અંગે આવેદનપત્ર અપાયું

1 ફેબ્રુઆરી, વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજ રોજ દિવ્યાંગ વ્યક્તિઓને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓના સ્થળ પોતાના તાલુકાથી નજીક,પોતાના જિલ્લામાં જ ફાળવવા, સંત સુરદાસ યોજનામાં બી.પી.એલ રેશિયો નાબૂદ કરવો વગેરે જેવા દિવ્યાંગ વ્યક્તિઓના પડતર પ્રશ્નોના ઝડપથી નિરાકરણ લાવવા બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા મુખ્ય મંત્રી શ્રીના કાર્યાલયના વોટ્સેપ નંબર પર પણ રજૂઆત મોકલવામાં આવી હતી આ સાથે બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ભગાજી વીસાતર, ટ્રસ્ટના મંત્રી શ્રી કપિલ ચૌહાણ, બનાસકાંઠા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ પ્રમુખ શ્રી દિનેશભાઈ મકવાણા , પંડ્યા દિવ્યકાંત, વિષ્ણુ અનાવાડિયા, રમણ ભાસોણી,પરબતજી ઠાકોર, બંસીલાલ, રવિભાઈ, અમરતભાઈ સેનમા, ઈશ્વરભાઈ સેનમા,આદમભાઈ ઉમતિયા સહિત અનેક દિવ્યાંગ મિત્રોએ ઉપસ્થિત રહી તમામ દિવ્યાંગ માટે રજૂઆત કરેલ હતી

[wptube id="1252022"]
Back to top button