BANASKANTHAPALANPUR

પારપડા ખાતે ધાણધાર રોહિત સમાજના 28 નવ યુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા

16 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

સમાજના અનેક આગેવાનો તેમજ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની મુખ્ય ઉપસ્થિત રહ્યા.પાલનપુરના પરપડા ખાતે ધાણધાર રોહિત સમાજના સમૂહ લગ્ન યોજાયા હતા જ્યાં 28 જેટલા નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા જેને આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી હતી.પાલનપુર તાલુકાના પારપાડા ખાતે આવેલ રામદેવપીર ની મંદિરની બાજુ માં ધાણધાર રોહિત સમાજના 14માં સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં 28 જેટલા નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે સમૂહ લગ્નના પ્રમુખ મફતલાલ ભાટિયા, ઉપપ્રમુખ લાલજીભાઈ ચૌહાણ, વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ ભાનુબેન મકવાણા , ભાજપ નેતા અશ્વિનભાઈ સકસેના, ભરતભાઈ પરમાર પારપડા ગામના સરપંચ રમેશભાઈ અટોસ, અતુલભાઇ ચોકસી, કોંગ્રેસ ઉપપ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, સમાજ કલ્યાણ અધિકારી મનીષભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો તેમજ દાતાઓ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડેલ નવ દંપતિઓને શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નયન ચત્રારીયા તેમજ પ્રોફેસર મંજુલાબેન પરમારે ખુબ સરસ ઉદઘોષક કર્યું હતું.

[wptube id="1252022"]
Back to top button