8 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા
ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના વિદ્યાર્થીઓમાં રમતગમત દ્વારા ખેલદિલીની ભાવના વધે અને સ્પોર્ટ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળે તથા તેઓનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ કોલેજના વિધાર્થીઓ અને સ્ટાફમિત્રો માટે વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ રમતોત્સવમાં સંઘીક, એથલેટિક્સ અને મનોરંજનાત્મક રમતો જેવી કે ચેસ, ટેબલ ટેનીસ, 100 મીટર દોડ, ગોળા ફેક, બરછી ફેક,ચક્ર ફેંક, રસ્સા ખેંચ, કબડ્ડી લીંબૂચમચી દોડ, દોરડા કુદ અને સંગીત ખુરશી જેવી અનેક રમતોનું આયોજન કરવામાં આવ્યું . જેમાં કોલેજના વિધાર્થી ભાઈઓ બહેનો અને સ્ટાફમિત્રોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ. આ રમતોત્સવની શરૂઆત ઓમકાર અને સૂર્ય નમસ્કારથી કરવામાં આવી હતી. કોલેજના સ્ટાફમિત્રોએ નિર્ણાયકની કામગીરી પણ કરી હતી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા કોલજના ટ્રસ્ટી શિવાનીબેન પટેલ,નિયામક સી.એસ પટેલ, કોમર્સ વિભાગના નિયામક કે.એમ. પટેલ, પ્રિન્સિપાલ આર.ડી. રબારી હાજર રહીને પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર લાવનાર વિદ્યાર્થી ભાઈ બહેનોને ઈનામ આપી પ્રોત્સાહિત કરેલ.આ રમતોત્સવનું સુંદર અને સફળ આયોજન કરવા બદલ કોલેજ સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ ડૉ. પ્રોફેસર આર.ડી ચૌધરીને પણ બિરદાવેલ.