એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ પાલનપુરમા યોજાયેલ વાર્ષિકોત્સવ/ દિક્ષાંત સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ

21 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ- પાલનપુર, સંચાલિત,એન.પી.પટેલ આર્ટસ એન્ડ એસ.એ.પટેલ કોમર્સ પાલનપુરમા યોજાયેલ વાર્ષિકોત્સવ/ દિક્ષાંત સમારોહ અને ઈનામ વિતરણ કાર્યક્રમ તારીખ 20-03-2023ના રોજ વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ તથા ટી.વાય બી.એ અને બી.કોમના વિદ્યાર્થીઓના દીક્ષાન્ત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મંડળના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી ફલજીભાઈ ભટોળ, મહામંત્રી શ્રી શામળભાઈ કાગ અને કેમ્પસ નિયામક શ્રી જે.પી.મોર સાહેબ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આર્શીવચન આપ્યા હતા. કોલેજની વિવિધ ધારાઓ જેવી જે જ્ઞાનધારા, સાંસ્કૃતિક, NSS અને સ્પોર્ટ્સની વિવિધ પ્રવૃતિઓમાં તેમજ યુનિવર્સિટી કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કૉલેજને ખ્યાતિ અપાવનાર 95 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને ભેટ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત NSSની પ્રવૃત્તિમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વિદ્યાર્થીઓને બેસ્ટ સ્વયંસેવકના એવોર્ડ આપી નવાજવામાં આવ્યા હતા. તો સાથે ત્રણ વર્ષ દરમિયાન કોલેજની સમગ્ર પ્રવૃત્તિમાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ ઓફ ધ યરનો પુરસ્કાર એનાયક કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં કૉલેજના સમગ્ર સ્ટાફમિત્રોનો સહકાર અને આચાર્યાશ્રી ડૉ.મનીષાબેન પટેલનું માર્ગદર્શન અને પ્રેરણા સતત મળી છે.કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને હળવો નાસ્તો કરાવી સૌ છુટા પડ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાંસ્કૃતિક વિભાગના કન્વીનર પ્રા. કાર્તિક મકવાણા અને પ્રા. ભાવિક ગોસ્વામીએ કર્યું હતું.



