MEHSANAVIJAPUR

ગણપત યુનિવર્સિટીને આંગણે ૩૬ મા AIU- વેસ્ટ ઝોન ઇન્ટર યુનીવર્સીટી યુથ ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ થયો

ગણપત યુનિવર્સિટીને આંગણે ૩૬ મા AIU- વેસ્ટ ઝોન ઇન્ટર યુનીવર્સીટી યુથ ફેસ્ટિવલનો ભવ્ય શુભારંભ થયો
પશ્ચિમ ભારતના ૩ રાજ્યોની ૩૯ યુનીવર્સીટીના ૨૦૦૦ સ્પર્ધકોએ આ ભવ્ય કાર્યક્રમમાં તેમની પ્રતિભા દર્શાવશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
યુવક મહોત્સવનો અવસર ચોક્કસપણે માત્ર યુવાઓની સ્પર્ધા જ નહીં પરંતુ દેશના ઉભરતા યુવાઓની પ્રતિભા અને ઉત્સાહનું વાસ્તવિક પ્રદર્શન પણ છે. ભારતના 3 રાજ્યો- ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતની કુલ ૩૯ યુનિવર્સિટીઓના ૨૦૦૦થી વધુ સહભાગીઓએ આ ભવ્ય કાર્યક્રમમાં સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય અને ચિત્રકલા જેવા કલાના પાંચ વિવિધ ક્ષેત્રોમાં ભાગ લીધો હતો.કલા અને સમાનતાની સાચી ભાવનાને અનુસરીને, ગુજરાતની સૌથી આશાસ્પદ યુવા યુનિવર્સિટી ગણપત યુનિવર્સિટી દ્વારા ૧૬ મા આંતર વિશ્વવિદ્યાલય AIU-વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનીવર્સીટીના જોઈન્ટ સેક્રેટરી ડૉ. બલજીત સિંહ શેખોં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તેમજ એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સીટીના ઓબ્સર્વર પ્રો. ડો. એસ. કે. શર્માએ વિશેષ મહેમાન તરીકે મંચ શોભાવ્યો હતો ઉદઘાટન સમારંભના શરૂઆત એક વિશાળ શોભાયાત્રા સાથે થઈ હતી જેમાં વિવિધ યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓ વિવિધ પોશાક પહેરીને તેમની યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરતા, તેમની પ્રતિભા દર્શાવતા અને અવસરનો ઉલ્લાસ અને આનંદ વ્યક્ત કરતાં કરતાં મુખ્ય ઉદ્ઘાટન મંચ સુધી સમૂહમાં શોભાયાત્રા કાઢી હતી ઉદઘાટન સમારોહમાં ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્માએ તેમના વક્તવ્યમાં મહેમાનો, મહાનુભાવો અને વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કર્યું હતું. તેમણે યુનીવર્સીટી એ કરેલી પાંચ મુખ્ય પહેલ પૈકી ત્રણનો પણ ઉલ્લેખ કર્યો જેના કારણે ગણપત યુનિવર્સિટીને ફાઈવ સ્ટાર રેટિંગ મળ્યું છે જે તેના ઉત્કૃષ્ઠ પ્રદર્શન માટે પ્રાપ્ત થયું છે.આ પ્રસંગે પ્રો. ડો. એસ. કે. શર્માએ જણાવ્યું કે,ગણપતભાઈ પટેલને યુનીવર્સીટીના દ્રષ્ટા તરીકે બિરદાવતા તેમની પર પ્રશંસાના પુષ્પો વેર્યા હતા.તેમણે વિદ્યાર્થીઓને પાનો ચડાવતા તેમને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા હાકલ કરી, આપણી સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસને બિરદાવ્યો હતો. આ પ્રસંગે તેમણે છત્રપતિ શિવાજીથી લઇ બિલ ગેટ્સ જેવા રોલ મોડેલને અનુસરવા આવાહન કર્યું હતું. આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રમુખ ગણપત ભાઈ પટેલે જણાવ્યું કે,યુનિવર્સિટીના પાયાના નિર્માણમાં મદદ કરવા બદલ બોર્ડ ઓફ ગવર્નન્સના સભ્યો અને અન્ય ભૂતપૂર્વ ટ્રસ્ટીઓને પણ યાદ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને કેમ્પસ પર આવકારતા કહ્યું કે આપ સહુની ઉપસ્થિતિ એજ અમારે મન વિશેષ પ્રસંગ છે. આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જેવું વ્યક્તિત્વ કેળવી દેશની ધુરા સંભાળવા હાકલ કરી હતી. પધારેલા મહેમાન વિદ્યાર્થીઓ વસુધૈવકુટુંબકમની ભાવના સાથે પોતાની ભીતર પડેલી શક્તિઓને બહાર લાવે અને દેશના સાંસ્કૃતિક વારસાનું જતન કરે એવા શુભાશિષ આપ્યા હતા.
આ પ્રસંગે ગણપત યુનિવર્સિટીના પ્રમુખ ડો. ગણપતભાઈ પટેલ,ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ ડૉ. મહેન્દ્ર શર્મા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર ડૉ. અમિત પટેલ, પ્રો. વાઇસ ચાન્સેલર ડો. આર.કે. પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડો. સૌરભ દવે, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. ગીરીશભાઈ પટેલ, ડેપ્યુટી પ્રોવાઈસ ચાન્સેલરો, વિવિધ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન અને અન્ય મહાનુભાવો તેમજ હજારો વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button