GUJARATSAYLA

સુરેન્દ્રનગર જીલ્લા નાં ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતોને વધુમાં એક લોલીપોપ

*મુળી વઢવાણ ધાંગધ્રા ના ૩૧ ગામોમાં નર્મદાના નીર માટે ખેડૂતો ને વધુમાં એક લોલીપોપ*

ખેડૂત પાણી નું આંદોલન વેગ પકડે ત્યારે જ લોલીપોપ આપી રહી છે સરકાર..!ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે? કંઈ એજન્સી ને કામ આપ્યું છે ? કેટલા સમય માં કામ પૂર્ણ થશે? કંઈ યોજના અંતર્ગત કામ થવાનું છે?? આ માહિતી જાહેર કર્યા વગર મુહર્ત થાય તો ખેડૂતો ને મૂર્ખ બનાવવાની વાત છે..!ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા ની ટીમ દ્વારા જે સિંચાઇ ના પાણી મુદ્દે ગામડે ગામડે મીટીંગો કરી સંગઠન ઉભુ કરવામાં આવી રહ્યું છે. ખેડૂતો આરપાર ની લડાઈ લડી લેવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે ભીંસાયેલી સરકાર સ્થાનિક નેતા ને હાથો બનાવી ખેડૂતો ને ગેર માર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે..!મૂળી, થાનગઢ, ચોટીલા, સાયલા અને ધાંગધ્રા ના બાકી રહેલા ગામડા ના ખેડૂતો પાણી નહિ મળે ત્યાં સુધી લડાઈ ચાલુ જ રહેશે..! ભૂતકાળ માં 2 વખત સરકાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી પણ કામ ન નામે જીરો સાબિત થાય..! હાલ પણ માત્ર ખાતમુહૂર્ત કરી સરકાર ખેડૂતો ને લોલીપોપ આપવાના પ્રયાસ કરી રહી હોય એવું લાગે છે જો સાચે જ ખાત મુહર્ત કરે તો..!દુઃખ ની વાત એ છે કે સરકાર ભીંસ માં આવી છે ત્યારે જ સ્થાનિક આગેવાનો નો ઉપયોગ કરી આંદોલન તોડવાના પ્રયાસ થઇ રહ્યા છે.! સ્થાનિક આગેવાનો ને પણ નમ્ર વિનંતી છે કે તમે જસ ખાટવા દોટ ના મૂકશો..! પાણી ની વાત ત્યારે જ સરકાર સાંભળી રહી છે જ્યારે ગ્રાઉન્ડ પર જબ્બર તાકાત થી ખેડૂતો આંદોલન ની તૈયારી કરી રહ્યા છે..! કડવી વાસ્તવિકતા આઝાદી ના 75 વર્ષ થઈ ગયાં પણ ભાજપ ના લોકલ કોઈ નેતા માં તાકાત નહોતી કે પાણી માટે ઉગ્ર રજૂઆત કરી શકે..! માત્ર ફોટા પાડવાથી કે પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાતો કરી દેવાથી પાણી નથી આવતું..! પાણી પહોંચાડવા માટે આર પાર ની આખરી લડાઈ લડવા હજુ ઘરે ઘરે થી નીકળવું પડશે..!જ્યાં સુધી છેવાડાના ગામડા સુધી પાણી ન પહોંચે ત્યાં સુધી રાજુભાઈ કરપડા અને એમની ટીમ સિંચાઈના પાણી મુદ્દે, ખેડૂતોના દેવા માફી મુદ્દે બમણી તાકાતથી લડાઈ આપશે…આ બાબતે ખેડૂતો ને સરકાર દ્વારા વધુમાં એક લોલીપોપ સમાન કામ કરી રહી છે જેમાં હજુ બજેટમાં સમાવેશ પણ કરવામાં આવેલ ન હોય તેવી યોજના ના ખાતમુર્હુત ક‌ઈ રીતે થશે આવા વેધક સવાલો ખેડૂત આગેવાનો ગણપતભાઈ પટેલ નિતીનભાઈ પટેલ રામકુભાઇ કરપડા કીશોરભાઈ સોળમીયા એ ઉઠાવ્યા હતા અને ખેડૂતો કોઈ ખોટી ભરમઝાળ મા ફસાઈ નહીં જાય તેમ જણાવ્યું હતું

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button