આદર્શ વિદ્યાલય, વિસનગરમાં “પતંગોત્સવ અને સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિ અંતર્ગત રસોઈ હરીફાઈ” કાર્યક્ર્મ યોજાયો

12 જાન્યુઆરી,વાત્સલ્યમ દૈનિક સમાચાર, સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં આજ રોજ પતંગોત્સવ અને સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિ અંતર્ગત રસોઈ હરીફાઈ કાર્યક્ર્મ યોજાયો હતો. પતંગોત્સવમાં વિદ્યાર્થીઓએ પતંગ અને દોરી ઘરેથી લાવીને શાળાના વિશાળ મેદાનમાં પતંગ ચગાવીને આકાશને રંગબેરંગી પતાંગોરૂપી ફૂલોથી સુશોભિત કરી દીધું હતું અને વિદ્યાર્થીઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. સાથે સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિમાં જોડાયેલ બહેનો દ્વારા રસોઈ હરીફાઈ કાર્યક્ર્મ યોજાયો હતો. જેમાં સ્કાઉટ-ગાઈડ પ્રવૃત્તિના કન્વીનર શ્રીમતિ દીપિકાબેન જે. રામીના માર્ગદર્શન નીચે સ્કાઉટ-ગાઈડ પ્રવૃતિમાં જોડાયેલ બહેનોએ વિવિધ વાનગીઓ બનાવીને સૌ કોઈને અભિભૂત કરી દીધા હતા. આમ આદર્શ વિદ્યાલય, વિસનગરમાં આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે તથા સર્વ સ્ટાફ મિત્રોના સહયોગથી બંને કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવતા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતા.