=”બનાસકાંઠા ના લાખણી ગામથી 3 કિમી દૂર ગેળા હનુમાન દાદાનું એક અનોખુ મંદિર આવેલુ છે. આ મંદિરે દર શનિવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આસ્થા સાથે આવે છે. જેના કારણે શનિવારે અહીં મેળા જેવું વાતાવરણ જોવા મળે છે. આ મંદિર ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે. અહીં હનુમાન દાદાને છેલ્લા કેટલા વર્ષોથી ભક્તો દ્વારા શ્રીફળને વધેર્યા વગર ચઢાવાની પ્રથા છે. જેના લીધે અહીં લાખોની સંખ્યામાં શ્રીફળ એકઠા થઈ ગયા છે. આ શ્રીફળ પર જ હનુમાનજી બિરાજમાન છે. દિવસે ને દિવસે આ શ્રીફળનો પર્વત વધતો જ જઈ રહ્યો છે. ઘણા વર્ષોથી ચાલી આવતી પૂજા અને પ્રસાદથી અહીં શ્રીફળનો પર્વત બની ગયો છે. એક અંદાજ પ્રમાણે અહીં લાખો કરતા વધુ શ્રીફળ એકત્ર થઈ ગયા છે. લોકોની માન્યતા છે કે અહીં માંગવામાં આવેલ મનોકામના ચોક્કસ પૂર્ણ થાય છે. દિવસેને દિવસે આ શ્રીફળનો ઢગલો વધતો જઈ રહ્યો છે.
અહેવાલ માસૂંગ ચોધરી ધાનેરા બનાસકાંઠા..”



