BANASKANTHAKANKREJ

થરા રોહિત નગર પ્રાથમિક શાળામાં બે ઓરડાનું ખાત હૂર્ત કરવામાં આવ્યું.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ઈન્દિરા નગર વિસ્તારમાં આવેલ રોહિતનગર પ્રાથમિક શાળા ૨૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર ૨ રૂમોનું ખાત મુહૂર્ત તા.૦૧/૦૩/૨૦૨૪ ને શુક્રવાર ના રોજ સવારે બ.કાં. જિલ્લા ભાજપ પૂર્વમહામંત્રી ભારતસિંહ ભટેસરિયા,નગર પાલિકા પ્રમુખ પ્રુથ્વીરાજસિંહ વાઘેલાના યજમાનપદે શાસ્ત્રી રાઘવેન્દ્ર જોષી ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારે કાંકરેજ  તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ,થરા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રસિંહ ડી.પરમાર,મહામંત્રી અલ્પેશભાઈ શાહ,ભગીરથસિંહ જાડેજા,રાજેન્દ્રસિંહ વાઘેલા, અશ્વિનભાઈ શાહ વકીલ, આચાર્ય બાલુભાઈ પરમાર, કરશનભાઈ જોષી-શિરવાડા, ભરતસસિંહ વાઘેલા,શરદ સાંપરિયા,કોર્પોરેટર રઘુભાઈ મકવાણા સહિત વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button