BANASKANTHAPALANPUR

પ્રા.આ.કે ભુતેડી ખાતે ડેન્ગ્યુ અટકાયતી પગલાં માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું

12 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

16 મી મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ છે એ નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂતેડી ખાતે જન જાગૃતિ લાવવા તેમજ પ્રજાજનોમાં ડેન્ગ્યુ રોગચાળાની માહિતીનો પ્રચાર પ્રસાર કરવા માટે ભૂતેડી પ્રા.આ.કે ના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.16મી મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી અંતર્ગત માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જયેશ પટેલ તથા માન.અધિક જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડી.બી.મહેતા તથા જિલ્લા સર્વેલન્સ ઓફિસર અને જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી માનનીય ડો.જીગ્નેશ એચ.હરિયાણી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડો.ડી.ડી.મેતિયાના નેતૃત્વ હેઠળ 16 મી મેં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિતે એક સપ્તાહ સુધી અલગ અલગ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે જેના ભાગરૂપે પ્રા.આ.કેના મેડિકલ ઓફિસર ડો. એલ.કે.મિતલના માર્ગદર્શન હેઠળ પ્રા.આ.કેના તમામ ગામોમાં રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી અને આ ઉજવણી નિમિતે પ્રા.આ.કે ના તમામ ગામડાઓના ગ્રામજનોને ડેન્ગ્યુ રોગચાળા વિશે આરોગ્ય શિક્ષણ તેમજ ડેન્ગ્યુને લગતા પોસ્ટર અને આઈ.ઇ સી બોર્ડ દ્વારા ડેન્ગ્યુ રોગચાળાની ઉત્પત્તિ સ્થાન, ડેન્ગ્યુનો ફેલાવો અને તેની સારવાર તેમજ પોરાભક્ષક માછલી ગપ્પી માછલીનું નિદર્શન કરાવી આરોગ્ય શિક્ષણ આપી ગ્રામજનોને ડેન્ગ્યુ રોગચાળો પોતાના વિસ્તારમાં ના ફેલાય તેની તકેદારી રાખવા માટે માહિતગાર કરવામાં આવ્યા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશકુમાર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં પ્રા.આ.કે.ભૂતેડીના સુપરવાઈઝર શ્રી સિધ્ધાર્થભાઈ મોદી, તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓ અને તમામ આશા બહેનો દ્વારા ઘરે ઘરે ફરીને લોકોને ડેન્ગ્યુ વિશે માહિતગાર કરશે અને તા.08/05/2023 થી 16/05/2023 સુધી જિલ્લા મેલેરિયા શાખા દ્વારા પાઠવેલ પરિપત્ર પ્રમાણે અલગ અલગ પ્રવૃતિઓ કરીને ડેન્ગ્યુની ઉજવણી એક ઝૂંબેશ સ્વરૂપે કરવામાં આવશે.

[wptube id="1252022"]
Back to top button