BANASKANTHAKANKREJ

માનપુરામા “શંકરના છોરૂ” પિંપળીયા પરિવાર દ્વારા માતાજી ની જાતર (રમેલ) એવમ ચંડી યજ્ઞ યોજાયો.

ચૈત્ર મહિનો એટલે શ્રધ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમયુક્ત મહિનો.ચૈત્ર મહિનામાં ભક્તિ ભાવ અને દૈવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે.આદ્યશક્તિ માં જગદંબાની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે.ત્યારે વારાહીની બાજુમાં આવેલ માનપુરા ગામે પ્રજાપતિ સમાજના “શંકરનાં છોરૂ”પરિવાર દ્વારા કુળદેવીશ્રી અંબે માતાજીનો સુંદર પાટોત્સવ ઉજવાયો હતો.રાધનપુર કોલેજ માં ફરજ બજાવતા ડૉ.સુરેશ ઓઝા (પ્રજાપતિ) ના જણાવ્યા મુજબ તેઓના માદરે વતન માનપુરા ખાતે પિંપળીયા પરિવાર ના પરસોત્તમભાઈ, ગોવિંદભાઈ, કાન્તિભાઈ, દિનેશભાઈ,સુરેશ ઓઝા તેમજ ભેમજીભાઈ સહિત છ ભાઈઓ સાથે મળી અને “શંકરના છોરૂ” તરીકે ઓળખાતા અમારી કુળદેવી શ્રી અંબાજી માતાનો સુંદર પાટોત્સવ અને માતાજીની જાતર (રમેલ )નું આયોજન સંવત ૨૦૮૦ ના ચૈત્ર સુદ-૧૨/૧૩ તા.૨૦,૨૧/૦૪/૨૦૨૪ દરમ્યાન કરવામાં આવેલ.જેમાં ચૈત્રસુદ-૧૨ ને શનિવાર તા.૨૦/૦૪/૨૦૨૪ ની રાત્રે માતાજી ની રમેલ યોજાઈ હતી બીજા દિવસે માતાજીના ટેલફુલ ચડાવી યજ્ઞના આચાર્ય કમલેશ મહારાજ (દીધારી) ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે પ્રજાપતિ દિનેશભાઈ ખેમાભાઈ ના યજમાન પદે શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ ના સલાહકાર ઘેલાભાઈ ગુર્જર પાટણ,બ.કાં.જિલ્લા ભાજપા આઈ.ટી.સેલના સહ ક્ન્વિનર શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણના કન્વીનર ભારતીય જનતા પાર્ટીના અગ્રણી આગેવાન દક્ષ પ્રજાપતિ સમાજ વઢીયાર પરગણાનાયુવાન કાર્યકર
પ્રજાપતિ ઉમેશભાઈ વિરમભાઈ નેકારીયા,રાધનપુર કેળવણી મંડળના પ્રમુખ એવમ જતોડા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ-ઝેકડા,મંત્રી નથુભાઈ પ્રજાપતિ,પૂર્વ પ્રમુખ દશરથભાઈ પ્રજાપતિ (ડી.ડી.),રાધનપુર સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ માધુભાઈ પ્રજાપતિ ચલવાડા,ઉપપ્રમુખ અશ્વિનભાઈ પ્રજાપતિ,મંત્રી પ્રહલાદભાઈ બી.પ્રજાપતિ ઊણ, જતોડા પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી મનસુખભાઈ, પેઈન્ટર દિનેશભાઈ ગાંડાભાઈ પ્રજાપતિ અરજણસર હાલ- ગાંધીધામ,સોમભાઈ પ્રજાપતિ, વાસુભાઈ પ્રજાપતિ,વિરૂભાઈ પ્રજાપતિ જારૂષા,રમેશભાઈ ગાંજીસર,રત્નાભાઈ પ્રજાપતિ સહિત સગા સ્નેહીજનોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button