GUJARATRAJKOTUPLETA

ઉપલેટા નાં ખાખી જાળિયા ગામ માં આત્મા પ્રોજેક્ટ રાજકોટ દ્વારા ગાય આધારિત પ્રાકૃતિક ખેતી નિ તાલીમ યોજાઈ.

૨૫ નવેમ્બર વાત્સલ્યમ્ સમાચાર.
નિલેશ સોલંકી ઉપલેટા

રવિ કૃષિ મહોત્સવ 2023 નાં બીજા દિવસે ખાખી જાળિયા ગામ માં પ્રાકૃતિક ખેતી કરતા ભાવેશ ભાઇ સૂવા નાં પ્રાકૃતિક મોડેલ ફાર્મ પર શ્રી માધવ પ્રાકૃતિક ફાર્મ પર ગાય આધારિત ખેતી નિ તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું ને આ તાલીમ માં ખેડૂતો મોટી સંખ્યામાં માં હાજર રહી પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી હતી. આ તાલીમ માં પ્રાકૃતિક ખેતી કરતાં શ્રી નારણ ભાઈ વસરા તથા વી ડી કાલરીયા એ પ્રાકૃતિક કૃષિ વિશે માહિતી આપી અને પ્રેક્ટિકલ કરી ને ખેડૂત ને માહિત ગાર કર્યા હતા તાલીમ પૂરી થયા બાદ બધા ખેડૂતો ભાઈઓ ફાર્મ નિ મુલાકાત કરી હતી તાલિમ માં આત્મા પ્રોજેક્ટ માંથી શ્રી હરસુખ ભાઈ ટાંક અને રવિ ભાઈ બરોચીયા હાજર રહ્યાં હતાં

[wptube id="1252022"]
Back to top button