
16 મે વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર તાલુકાના જગાણા ખાતેની બેંક ઓફ બરોડામાં છેલ્લા બે વર્ષથી પ્રશંસનિય સેવા બજાવતા મેનેજરશ્રી મહાવીરસિંહ રાઠોડ બેંકનો દશ વર્ષનો અનુભવ ધરાવે છે.તેઓ જયપુરના વતની હતા. તેઓની ઉત્તમ કામગીરીથી ગ્રામજનો ખુશ હતા તેમની બદલી થતાં જગાણા બેંકમાં વિદાય સન્માન રાખવામાં આવ્યો હતો. શાલ,અને શ્રીફળ તેમજ માતાજીની મૂર્તિ સ્ટાફ અને ગ્રામજનો દ્વારા આપવામાં આવી હતી. આ વિદાય પ્રસંગે ભેમજીભાઇ ચૌધરી, રતીભાઈ લોહ,ગણેશભાઇ ચૌધરી, દિલીપભાઇ કરેણ,વગેરે ગામના અગ્રણીઓ હાજર રહયા હતા
[wptube id="1252022"]