BANASKANTHAPALANPUR
અંબાજી ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક પરંપરાગત ખેતી અને પર્યાવરણ સંવર્ધન હેતુ ખેડુત શિબીર યોજાઈ

19 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
- શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય ના યુવક મહોત્સવ અને યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારત ના પાંચ સંકલ્પ અંતર્ગત અંબાજી આર્ટસ કોલેજ અને શિવશંકર ચુનીલાલ ચેરીટેબલ ટ્રસ્ટ ના ઉપક્રમે યાત્રાધામ અંબાજી ખાતે ગૌ આધારિત પ્રાકૃતિક પરંપરાગત ખેતી અને પર્યાવરણ સંવર્ધન હેતુ લક્ષી બનાસકાંઠા જિલ્લા ત્રણ તાલુકા ના ખેડૂતો ની એક શિબિર અંબાજીના ગાયત્રી શક્તિપીઠ ખાતે યોજવામાં આવી હતી જેમાં પ્રાકૃતિક ખેતી અને ગૌ અમૃતમ વિશે તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં બનાસકાંઠા ના પૂર્વ કલેકટર આર જે પટેલ ના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ખેડૂત શિબિર માં 500 જેટલા ખેડૂતો ઉપસ્થિત રહી ને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી મેળવી હતી આ કાર્યક્રમ માં પર્યાવરણ ને લઈ તૈયાર કરાયેલા આતરરાષ્ટ્રીય ઝીણું ધાન્ય વર્ષ ઉપક્રમે લખાયેલા પર્યાવરણ શરણમ ગચ્છામી પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું અને હરતી ફરતી બીજ બેંક દ્વારા દુર્લભ પ્રજાતિ ના વૃક્ષો ના બીજ નું વિનામૂલ્ય વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ શિબિર ને લઈ ખેડૂતો એ ગોબરના દેશી ખાતર તેમજ ગૌ મૂત્ર ના ઉપયોગ થી ખેતી કરવા જાણવામાં આવ્યું હતું જોકે રાસાયણિક ખાતરો થી ઉપજ વધુ થાય છે પણ સામે સ્વાસ્થ્ય માટે જોખમરૂપ થતા ઓર્ગેનીક ખેતી કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં શિવશંકરભાઈ જોશી ચેરમેન શિવશકંર ચેરીટેબલ ટ્રસ્ટ ,હડાદ. શંકરભાઈ પટેલ ( ગાયત્રી સક્તિપીઢ) ,પ્રુથવીબેન પટેલ શ્રી શ્રી રવિશંકર ટ્રસ્ટ ફોર એગ્રીકલ્ચર એન્ડ સાયન્સ ગુજરાત કો.ઓ, મહેન્દ્રભાઈ અગ્રવાલ ચેરમેન સ્ટાન્ડર્ડ એજ્યુકેશન ટ્રસ્ટ, ઉપસ્થીત રહ્યા હતા.આ અંગેની માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે આ કાર્યક્રમ માં બંસી ગીર ગાય ગૌ શાળા અંમદાવાદના પ્રતીનીધી રાજુ ભાઈ દ્વારા ગૌ આધારીત પરંપરા ખેતી અને પર્યાવરણ સંવર્ધન વિશે જાણકારી આપવામાં આવી હતી આ કાર્યક્રમનુ સંચાલન અંબાજી આર્ટ્સ કોલેજ ના પ્રીન્સીપલ ડો. એસ એન પટેલ ના માર્ગદર્શન હેઠળ કોલેજ પરીવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ

[wptube id="1252022"]



