
15 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
યશપાલસિંહ ટી વાઘેલા ના જણાવ્યા અનુસાર કાંકરેજ તાલુકાના થરા તાણા-નાના જામપુર વિસ્તારમાં પતંગ દોરી કે અન્ય રીતે ઘાયલ કબૂતર,ચકલી બગલા,સમડી જેવા પક્ષીઓને સારવાર નહિ મળતાં મૃત્યુ પામે છે.આવા અબોલ ઘાયલ પક્ષીઓનો જીવ બચાવવા જીવદયા સેવા સમિતિ થરા દ્વારા ગોકુળ નગર સોસાયટીના આગળ ચૌદમી જાન્યુઆરી ૨૦૨૩એ પૂર્વ શિક્ષણ રાજય મંત્રી કીર્તિસિંહ પી.વાઘેલા, પ્રગતિ બેકના ચેરમેન ચીનુભાઈ પાંચાણી, વિનોદજી ઠાકોર પુર્વ-પ્રમુખ પુર્વ-સરપંચ ગિરીશભાઈ પટેલ,ડૉ.નટુ ભાઇ ઠકકર,અચરતલાલ ઠકકર તેજા ભાઈ દેસાઈ,નિરંજનભાઈ ઠકકર, સોનગઢા ગોગા મહારાજના ભૂવાજી ના પુત્ર વ્યોમેશ જોષી વગેરેના વરદ હસ્તે રીબીન કાપી કેમ્પને ખુલ્લો મુક્યો હતો.આ કેમ્પ વર્ષભર ખુલ્લો રાખવામાં આવે છે.આ કેમ્પમાં કુતરા માટે રોટલી,ચાટ,ગાયો માટે ઘાસચારો અને પક્ષી ઓ માટે માળા,પાણીના કુંડા વગેરે સેવાકીય કાર્યો કેમ્પમાં કરવામાં આવે છે.જીવદયા સેવા સમિતિના પ્રમુખ હરીભાઈ જોષી સહિત સેવા સમિતિના દરેક હોદેદારો- કાર્યકર્તાઓની સેવાને બિરદાવી અને અભિનંદન આપ્યા હતા.આ કાર્યક્ર્મ કરવાથી તાલુકાના જીવદયા પ્રેમીઓ માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉદાર હાથે દાનની સરવાણી વહાવવામાં આવી હતી.છેલ્લા ઘણા વર્ષોથી આ કેમ્પમાં વેટરનરી ડોક્ટર મનોજભાઈ સાધુ દ્વારા આ કેમ્પમાં સેવા પુરી પાડવામાં આવે છે.



