જામનગર શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત, મહિલા ને નિર્દયતા થી ગાયે અત્યંત ગંભીર ઈજાઓ કરી

જામનગર શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ યથાવત, દિગ્વિજય પ્લોટ માં એક મહિલા ને નિર્દયતા થી ગાયે અત્યંત ગંભીર ઈજાઓ કરી હતી અને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ રીફર કરેલ છે.ત્રણ દિવસ પહેલા એક ૯ વર્ષ ની ચોથા ધોરણમાં શાળા એ જતી વિદ્યાર્થીની ને લિધી હળફેટ.
શહેરમાં ધણીયાતા અને નિરાધાર પશુઓ ગૌવંશો નો ત્રાસ વર્તમાન સમયમાં પણ યથાવત છે જેની સાબિતી આપી છે ગઈ કાલની દુર્ઘટના એ ,જેમાં એક મહિલા વિધ્યાબેન ચિરાગભાઈ શેઠીયા ગઈ કાલે તારીખ ૨૬/૬/૨૦૨૩ ને સોમવારે સાંજે પોણા છ વાગ્યે તેના પુત્ર ને ટયુશન કલાસ મુકવા માટે જતા હતા ત્યારે એક ગાયે અત્યંત કૃર રીતે વિધ્યાબેનને ઈજાઓ પહોંચાડી હતી અને તેના પુત્ર ને પણ મારવા માટે બેબાકળી બની હોય તેમ દોડી પરંતુ સદનસીબે ત્યાં રહેતા એક બહેને પોતાની સુઝબુઝ થી તાત્કાલિક એ ટયુશન કલાસ એ જતા બાળકને પોતાના ઘરમાં લઈ દરવાજો બંધ કરી દિધો હતો . ઘાયલ થયેલા વિધ્યાબેન ચિરાગભાઈ શેઠીયા ને ઓશવાળ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ સ્થાનિક ડોક્ટરો એ દર્દી ને ઉચ્ચ કેન્દ્ર પર લય જવાનુ સુચન કરેલ જેથી અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જ્યાં વહેલી સવારે ૬ વાગે સારવાર શરૂ છે તેમ હિતેશભાઈ શેઠિયા સાથે વાત કરતા જાણવા મળ્યું છે.(નોંધ) આ ઘાયલ થયેલા વિધ્યાબેન ચિરાગભાઈ શેઠીયા દરરોજ ગાય ને રોટલી આપવા નો ક્રમ છે અને જેવી બ્રાસ શેઠીયા પરીવાર ના લોકો જે ગૌસેવકો છે તેઓએ ગાય-કુતરાઓ માટે એક પાણી નો અવેડો બંધાવેલ છે જેમા દરરોજ પોતાના ઘરમાં થી પાણી ભરે છે અને ગૌવંશ તરસ્યા ના રહે તેવી લાગણી વારા છે.. બીજો બનાવ ત્રણ દિવસ પહેલા બનેલો જેમાં.. ૪૬ દિગ્વિજય પ્લોટ માં રહેતા ગૌપ્રેમી,સામાજિક કાર્યકર પ્રદિપસિંહ જી રાઠૌર ના દિકરી ફાલ્ગુનીબા પ્રદિપસિંહ રાઠૌર ઉંમર ૯ વર્ષ તે પ્રાથમિક શાળા નં ૪૬ માં ધોરણ ૪ માં અભ્યાસ માટે પોતાના ઘરે થી શાળાએ જતા હતા તે સમયે મેઘજી પેથરાજ પ્રાથમિક શાળા પાસે એક ગૌમાતા એ હળફેટ લેતા લોહી લુહાણ હાલતમાં ૪૬ દિગ્વિજય પ્લોટ માં આવેલ વિશ્રામ વાડી આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર લિધેલ અને વધુ તબીયત ખરાબ થતા જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે જ્યાં એમ એલ સી કેસ દાખલ કરી ને દાખલ કરવામાં આવેલ અને સીટી સ્કેન સહિત ની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી.
આ સ્થળ પર અનેક લોકો અને વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ને અહીં રખડતાં ગૌવંશ અને શેરી કુતરાઓ નો એટલો બધો ત્રાસ છે કે જીવદયાપ્રેમી પણ ઘણી વખત રોશે ભરાઈ જાય છે પશુઓ સામે માનવીએ પશુ જેવું ના થવાય અને કોઈ પશુઓ ને મારકુટ રંજાડ ના કરાય પરંતુ આવા દિનબદિન વધતા જતા પશુઓ ના હુમલાની ઈજાઓ પહોંચાડી લોકો ના જાન ને જોખમ થાય એ પ્રકારની ઘટનાઓ બનતી રહે તો પ્રશાસન એ યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.સ્થાનિક વિભાગીય અધિકારીઓ એ ગંભીરતા લેવી જોઈએ.










