WANKANER:વાંકાનેર પંથકમાં વિકાસનો પ્રસાદ વિતરણ કરાયો!!! આંગણવાડી વર્કસ 37ને નિમણુક ઓર્ડર તાલુકા પંચાયતના ચેરમેન જીજ્ઞાશા મેર હસ્તે દેવાયા

WANKANER:વાંકાનેર પંથકમાં વિકાસનો પ્રસાદ વિતરણ કરાયો!!! આંગણવાડી વર્કસ 37ને નિમણુક ઓર્ડર તાલુકા પંચાયતના ચેરમેન જીજ્ઞાશા મેર હસ્તે દેવાયા
“વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા અને ચેરમેન જીગ્નેશાબેન મેર હસ્તે 17 કાર્યકર તેમજ 20 તેડાગરને માનદ વેતન સાથે કુલ ૩૭ નિમણુક ઓર્ડર વિતરણ કરાયા હતા”

વાંકાનેર પંથક વિકાસ લક્ષી કાર્યને સ્થાન આપવાના પ્રયાસો દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ગુજરાતના દરેક શહેર જિલ્લા સહિત ગ્રામ્ય વિસ્તારને યોગ્ય સ્થાન સાથે વિકાસ કાર્યોને વેગ આપ્યો છે તેમ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં શાળા સ્કૂલ આંગણવાડીના માધ્યમથી તારીખ ૪/૩/૨૦૨૪ ના રોજ સંકલિત બાળ વિકાસ યોજના ICDS કચેરી, તાલુકા પંચાયત વાંકાનેર ખાતે ૩૭ નવા આંગણવાડી વર્કર જેમાં ૧૭ કાર્યકર અને ૨૦ તેડાગર ને માનદ વેતન સેવાના નિમણુક ઓર્ડર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને પ્રમુખપતી હરૂભા ઝાલાના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ સાથે જીજ્ઞાસાબેન મેરે ICDS યોજના મુખ્ય હેતુ (૧) ૦ થી ૬ વર્ષના બાળકોના પોષણ અને આરોગ્ય સ્થિતિ સુધારવા,(૨)બાળકના યોગ્ય, માનસિક શારીરિક અને સામાજિક વિકાસ,
(૩)મૃત્યુ ભારણ ઘટાડવા, કુપોષણ અને શાળા ડ્રોપઆઉટ અંગે જણાવ્યું હતું. વધુ વિગત આપતા જીજ્ઞાસાબેન મેરે જણાવ્યું કે આઈસીડીએસ યોજનાએ લાભાર્થીના પોષણ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ૬ વર્ષથી નીચેના બાળકોમાં કુપોષણનો સામનો કરવા માટે, સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા આ પોષણ કાર્યક્રમ અમલીકરણ કરવામાં આવે છે. ૬ વર્ષથી નાની ઉંમરના સામાન્ય બાળકોમાં સપ્લીમેંટરી ન્યૂટ્રીશન સમકક્ષ ૫૦૦ કેલરી અને ૧૨ થી ૧૫ ગ્રામ પ્રોટીન અને ૮૦૦ કેલરી અને ૨૦ થી ૨૫ ગ્રામ પ્રોટીન ૬ વર્ષથી ઓછી ઉંમરના અતિઓછા વજનવાળા બાળકોને આપવામાં આવે છે. સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ અને કિશોર કન્યાઓ ૬૦૦ કેલરી અને ૧૮ થી ૨૦ ગ્રામ પ્રોટીન SNP સાથે આપવામાં આવ્યો હતો જેના ભાગરૂપે વિકાસનો પ્રસાદ સ્વરૂપે 37 જેટલી આંગણવાડી વર્કર ને વેતન સેવા ના નિમણૂક ઓર્ડર વિતરણ કર્યાં હતાં જે કાશ્મીરમાં દ્રશ્યમાન થાય છે








