સાયન્સ એન્ડ કોમર્સ કૉલેજ પાલનપુરના વિદ્યાર્થીને બેસ્ટ એમ્બેસેડર તરીકે સન્માનિત કરવામાં આવ્યો

29 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર મેહતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરના NSS સ્વયંસેવક ચૌધરી દિનેશભાઈ નારણાભાઈને ચાલુ વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી બદલ બનાસકાંઠા જિલ્લા તથા પાલનપુર તાલુકા કક્ષાએ બેસ્ટ કેમ્પસ એમ્બેસેડર તરીકેની પસંદગી કરવામાં આવી, તથા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિધ્ધિ બદલ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. યોગેશ બી. ડબગર, NSS પ્રોગ્રામ ઓફિસર પ્રો. આર.ડી.વરસાત અને ડૉ.એસ.આઈ. ગટીયાલાએ પણ વિદ્યાર્થીને અભિનંદન આપ્યા તથા શુભેચ્છા પાઠવી હતી દિનેશભાઇ ચૌધરીએ બી.કૉમ અભ્યાસ સાથે મતદાર જાગૃતિ,નવા ચુંટણી કાર્ડ કઢાવી આપવા, ચૂંટણી કાર્ડમાં જરૂરી સુધારા કરી આપવા તથા અન્ય ચૂંટણીલક્ષી પ્રોગ્રામ અને મતદાર જાગૃતિ અંગેની નોંધપાત્ર કામગીરી કરીને આ સિધ્ધિ મેળવી છે.



