મહંત શ્રી કે. ડી આદર્શ હાઇસ્કુલ રામપુરા જિલ્લા કક્ષાની પરંપરાગત રમતો માં લંગડી તેમજ માટી ની કુસ્તી સ્પર્ધા

26 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
બનાસકાઠા જિલ્લાકક્ષાની પરંપરાગત રમતોની સ્પર્ધા સરસ્વતી હાઇસ્કુલ નાની આખોલ તા ડીસા ખાતે તારીખ 25 જાન્યુઆરી 24 ના રોજ યોજાઈ હતી. જેમાં સદર શાળાની વિદ્યાર્થિની ઓ એ લંગડી તેમજ માટી ની કુસ્તી માં ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી જિલ્લા કક્ષા એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા નું નામ રોશન કરેલ છે વિજેતા બનનાર ખેલાડી ઓ માં ચૌધરી અનિતા, ચૌધરી હિના,સુથાર સેજલ,ચૌધરી નિરમા,પંચાલ ક્રિષ્ના એ માટીની કુશ્તી માં તેમજ દરબાર આરતી ,પંચાલ દેવિકા,ઠાકોર પુનમ,કાળોતરા પાયલ,ઠાકોર નિશા,વરેચા નંદિની,દરબાર દમયંતી,ઠાકોર રીપલ,ઠાકોર રિધ્ધિ,દરબાર ઊર્મિલા,મકવાણા પ્રિન્સા,મલોતરીયા પાર્વતી,ઠાકોર કિરણ નો લંગડી માં સમાવેશ થાય છે. વિજેતા બનનાર તમામ ખેલાડી ઓ તેમજ તેમના માર્ગદર્શક શ્રી પી. બી.રાવલ તેમજ છાયાબેન પટેલને સંસ્કાર મંડળ રામપુરા ના પ્રમુખ મહંતશ્રી ૧૦૦૮ રૂપપુરીજી મહારાજ, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી પૂ. નિર્મલપુરીજી માતાજી તેમજ શાળા ના આચાર્ય શ્રી કે.પી. રાજપુત સાહેબ અને સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવેલ.