BANASKANTHAPALANPUR

પાંથાવાડા હાઈસ્કૂલ ના શિક્ષક આચાર્ય બનતાં વિદાય સમારોહ યોજવામાં આવેલ 

Palanpur: 26 સપ્ટેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી તિરૂપતિ બાલાજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ, પાંથાવાડા ખાતે સોળમી સપ્ટેમ્બર ના અંગ્રેજી વિષયના શિક્ષક શ્રી રાજેશકુમાર વી. મહેતાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે શ્રી રાજેશકુમારને શાળા પરિવાર વતી શાળામાં તેમની પ્રશસ્ય શૈક્ષણિક કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરાયું હતું અને તેઓ આ શાળામાંથી મગરવાડા હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે નિમણૂક પામ્યા છે, એ બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના મુખ્ય સંચાલક શ્રી અરવિંદભાઈ, નિયામક શ્રી કિરણભાઈ રાવલ, આચાર્ય શ્રી મનોજભાઈ પટેલ, સુપરવાઇઝર શ્રી મનહરભાઈ રાજગોર, ઋષભ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી તથા સમગ્ર સ્ટાફ હાજર રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button