BANASKANTHATHARAD

થરાદ ખાતે શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજ શૈક્ષણિક સંકુલ ને સમાજના કર્મચારીઓ દ્વારા પુસ્તકાલયની ભેટ અર્પણ કરાઈ

    થરાદ ખાતે આવેલ શ્રી ચાર પરગણા પ્રજાપતિ શૈક્ષણિક સંકુલમાં શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજના  ‘ગૌરવ ગ્રુપ’ ના તમામ સરકારી કર્મચારીઓ દ્વારા નિર્માણ કરીને પુસ્તકાલય ભેટ ઉદ્ઘાટન સમારોહ-૨૦૨૩ નું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રોગ્રામનું સંચાલન શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજ “ગૌરવ ગ્રુપ” ની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.જેમાં લાઈબ્રેરીનું ઉદ્દઘાટન પરમ પૂજ્ય સંતશ્રી જયેશગીરી બાપજી (નેસડાપરા – ભાભર)ના વરદ હસ્તે રીબીન કાપીને કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં શ્રી ચાર પરગણા પ્રજાપતિ સમાજ પ્રમુખ,મંત્રી તેમજદરેક ગામોમાંથી આવેલ દરેક આગેવાનોને પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી ને   મુખ્ય દાતાઓને ફુલહાર પહેરાવી ધરણીધર ભગવાનનો ફોટો આપી શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. બાળકોને મ્હોં- મીઠું કરાવી કંકુ તિલક કરી વાંચન માટે પુસ્તકાલય માં એન્ટ્રી આપવામાં આવેલ. કાર્યક્રમની રૂપરેખા ગૌરવ ગ્રુપ ના પ્રમુખ ડૉ.મહાદેવભાઈ રૂપશીભાઈ,મંત્રી માંનાભાઈ હેમજીભાઈ,પ્રમુખ સેંધભાઈ કરસનભાઈ દ્વારા કરવામાં આવી હતી.આભાર વિધિ ગૌરવ ગ્રુપના મંત્રી કિરણભાઈ પીરાભાઈ એ કરેલ ત્યાર બાદ ભોજન પ્રસાદ લઈ સૌ છુટા પડ્યા હતા.
નટવર.કે.પ્રજાપતિ,થરા

[wptube id="1252022"]
Back to top button