આષાઢી બીજે અંબાજી મંદિર ટ્રસ્ટતથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી

20 જૂન વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
આજે અષાઢી બીજ ને વર્ષાઋતુ માટે નવું વર્ષ માનવામાં આવે છે. અને આ નવા વર્ષમાં વરસેલાં પાણી ના વધામણાં કરવામાં આવે છે. જેને લઇ આજે અંબાજી મંદિર ટ્રસ્ટતથા માતાજીની ગાદી ના ભટ્ટજી મહારાજ દ્વારા માનસરોવરમાં વાજતે ગાજતે આવી ને પવીત્ર જળ ની પુજનવિધિ કરવામાં આવી હતી. નવાઇની વાત તો એ છે કે આ માનસરોવરમાં પાણી ની પુજન વીધી માં માંડવો અને શ્રીફળ ચુંદડી નો વિશેષ મહત્વ રાખી પાણી માં પધરાવવામાં આવે છે. મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર માનવામાં આવે છે કે આ નવા નીર નું પુજન કરવાથી વરૂણદેવ રીજે છે. ને ખેડુતુ અને પશુ પક્ષીઓ સહીત અન્ય લોકો ને સારો વરસાદ મળે તે માટે પણ આ પુજનવીધી માં પ્રાર્થના કરવામાં આવી હોવાનું.તન્મયભાઈ ઠાકર ( ભટ્ટજી મહારાજ,મંદિર ) અંબાજી એ જણાવ્યું હતું ,તેમજ પુજા વીધી બાદ સુખડી અને ઘઉ નો ઠોઠા નો પ્રસાદ વહેચવામા આવે છે.



