અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશના પ્રમુખે નવનિયુક્ત નાયબ જિલ્લા વિકાસ અધિકારીને શુભેચ્છા પાઠવી

12 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા 
થરાદ તાલુકાના રાહ ગામે પિતા મફતલાલ પ્રજાપતિ માતા નર્મદાબહેન પ્રજાપતિ ના કુખે જન્મ લઈ પાપા પગલી પાડતી દીકરી વિજયાબેન મોટી થઈ ભણી ગણી ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરી સરકારી નોકરીમાં જોડાયેલ અને છેલ્લે રાધનપુર ખાતે કાર્યભાર સાંભળી રહ્યા હતા.ત્યારે રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગમાં તાલુકા વિકાસ અધિકારીઓને નાયબ જિલ્લા વિકાસ અધિકારી ના પ્રમોશન અપાયેલ જેમાં પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે કાર્યભાર સાંભળતા ટી.ડી.ઓ.પ્રજાપતિ વિજયાબેન મફતલાલને બદલી સાથે બઢતી મેળવી કચ્છની ધીંગીધરા ઉપર કચ્છ જિલ્લામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થતા સમગ્ર પ્રજાપતિ સમાજ તેમજ રાહ ગામ અને પરિવારનું ગૌરવ વધાર્યું છે.ત્યારે શ્રી અખિલ ભારતીય પ્રજાપતિ કુંભકાર સંઘ ગુજરાત પ્રદેશ પ્રમુખ જેન્તીભાઈ પ્રજાપતિ તેમજ ભુજ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના બંધુઓ દ્વારા તા ૧૦ ઓક્ટોબર ૨૦૨૩ ના રોજ કચ્છ જિલ્લામાં નવનિયુક્ત નાયબ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત થતા વિજયાબેન એમ.પ્રજાપતિને શુભેચ્છા પાઠવી હતી.નટવર. કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.



