કંજરી રામજી મંદિર ખાતે હાલોલ સહીત તાલુકાના ક્ષત્રિય સમાજ, તેમજ સર્વ સમાજના લોકો દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું,નગરમાં નીકળી મહારેલી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૨૪.૧૦.૨૦૨૩
હાલોલ નગર સહીત પંથકમાં આજે આસો સુદ દશમ એટલે વિજ્યા દસમી પર્વની ઉજવણી ઉત્સાહભેર રંગે ચંગે કરવામાં આવી હતી.અસત્ય પર સત્ય નો વિજયનાં પાવન પર્વ દિને હિન્દુ ધર્મના લોકો પોતાના અસ્ત્ર શસ્ત્ર ની પૂજા અર્ચના પ્રાર્થના કરે છે. જે અંતર્ગત હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે આજના પાવન પર્વના દિને હાલોલ સહીત તાલુકાના ક્ષત્રિય સમાજ,તેમજ સર્વ સમાજ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત થઇ રામજી મંદિર ના મહંત શ્રી રામશરણદાસજી મહારાજ ની પ્રેરણાથી અને તેમની પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ સ્થાનિક ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમારની હાજરીમાં ક્ષત્રિય તેમજ સર્વ સમાજના લોકોનું સમૂહ શસ્ત્ર પૂજન શાસ્ત્રોક વિધિવત વૈદિક મંત્રોચાર સાથે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે હાલોલ સહીત તાલુકાના ભાજપના આગેવાનો તેમજ પંચમહાલ સહકારી સંઘના ડિરેક્ટર મયુરઘ્વજસીંહ પરમાર,પંચમહાલ જિલ્લા ભાજપા મહામંત્રી મયંક દેસાઈ,હાલોલ નગર પાલિકા ના માજી પ્રમુખ શીતલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.કંજરી રામજી મંદિર ખાતે સમૂહ શસ્ત્રો પૂજન બાદ ઉપસ્થિ સર્વસમાજ ના લોકો મોટી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળેલ શોભા યાત્રામાં પોતાના પરંપરાગત વેશભૂષામાં હાથમાં તલવાર,ભાલા, તીરકામઠાં સાથે જોડાયા હતા, તે રેલી હાલોલ ના મુખ્ય માર્ગો ઉપર ફરી અરાદ રોડ ત્રણ રસ્તા ખાતે ગત વર્ષે જ અનાવરણ કરવામાં આવેલા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તે રેલી આગળ વધી નગરના મેન બજાર થઈ તાલુકા પંચાયત થઇ કંજરી રોડ બાયપાસ પર આવેલ પાર્ટી પ્લોટ ખાતે સમાપન કરવામાં આવી હતી.











