GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલના મલાવ કૃપાલુ આશ્રમ ખાતે ભાગવત જ્ઞાનયજ્ઞ કથાનું શ્રદ્ધાળુઓ ની હાજરીમા સમાપન કરાયુ.

તારીખ ૨૫/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મલાવ ખાતે બ્રહ્મલીન પૂજ્ય કૃપાલુ મહારાજ તેમજ બ્રહ્મલીન પૂજ્ય રાજશ્રી મુનિની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં ભાગવત જ્ઞાન યજ્ઞ કથાનું આયોજન ગત ૧૯/૦૪ થી કરવામાં આવ્યું હતું વ્યાસપીઠ ઉપરથી પ્રદીપજી શાસ્ત્રી માલસર વાળા દ્વારા પોતાના સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવ્યું હતુ. વામન અવતાર વિષ્ણુ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર શિવ પાર્વતી વિવાહ પ્રહલાદ જીવન ચરિત્ર ગોવર્ધન લીલા જેવા વિવિધ પ્રસંગો યોજાયા હતા. સ્વ. રાવજીભાઈ લલ્લુભાઈ પટેલ અને સ્વ. અશ્વિનભાઈ રાવજીભાઈ પટેલના સ્મરણાર્થે કથાનું આયોજન કરાયું હતુ. આજરોજ ગુરુવારે કથાના અંતિમ દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા સાંજના ૫:૩૦ કલાકે સમાપન કરાયુ હતુ.

[wptube id="1252022"]









