BANASKANTHAPALANPUR
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના મદદનીશ સચિવ શ્રી પુલકિત ભાઈ જોશી એ ઊંઝા તાલુકા ની પ્રાથમિક શાળાઓ ની મુલાકાત લીધી

14 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
ઊંઝા તાલુકા ની અમૂઢ પ્રાથમિક શાળા, વરવાડા શાળા, ટુંડાવ શાળા, તેમજ મક્તુપુર શાળા ની મુલાકાત ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ ના મદદનીશ સચિવ પુલકિત જોશી દ્વારા લેવામાં આવી હતી અમૂઢ પ્રાથમિક શાળા ની મુલાકાત દરમ્યાન તેઓશ્રી એ શાળાના બાળકો તેમજ સ્ટાફ ગણ ને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યું હતું શાળા નું વાતાવરણ જોઈ તેઓ ખુશ થઇ ને સમગ્ર સ્ટાફ ને અભિનંદન આપ્યા હતા આ પ્રસંગે શાળા ના આચાર્ય પટેલ વિષ્ણુભાઈ દ્વારા પુલકિત ભાઈ જોશી નું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું શાળા ના સમગ્ર સ્ટાફ સહિત બીઆરસી કો ઓ તરુણભાઇ પરમાર તેમજ બ્રાહ્મણવાડા સીઆરસી કો ઓ અલ્પેશ શ્રીમાળી તેમજ ગામ ના સરપંચ તેમજ એસએમસી માં સભ્યો હાજર રહ્યા હતા
[wptube id="1252022"]