મતદાન જાગૃતિ અંતર્ગત જિલ્લામાં વિવિધ શાળાઓ, મોલ,બેંક,હોટલ,આંગણવાડી કેન્દ્રો ખાતે અચૂક મતદાનનો સંદેશો આપ્યો

તારીખ ૨૩/૦૪/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આશિષ કુમારના માર્ગદર્શન હેઠળ ૧૮- પંચમહાલ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ લોકો ૭ મે ના રોજ લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે તે માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.મતદારોમાં જાગૃતિ અર્થે સ્વીપ એક્ટિવિટીના નોડલ કિરીટભાઈ પટેલની આગેવાની હેઠળ જિલ્લામાં વિવિધ શાળાઓ, મોલ,બેંક,હોટલ,આંગણવાડી કેન્દ્રો સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભવાઈ,રેલી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.ગત રોજ ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ખાતે લગ્ન પ્રસંગમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.લગ્નમાં દંપતીને આશીર્વાદ આપવા આવેલા લોકોએ ૭ મે ના રોજ અચૂક મતદાન કરવા શપથ લીધા હતા.જિલ્લાના વિવિધ બુથ પર ચુનાવ પાઠશાળાના આયોજન થકી પણ વધુમાં વધુ લોકોને ૭ મે ના મતદાન કરવા પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.












