GUJARATHALOLPANCHMAHAL

હાલોલ તાલુકાની 16 ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા 32 જેટલા ગ્રામીણ ડાક સેવકો પોતાની પડતર માંગણીઓને લઇ અચોક્ક્સ મુદ્દતની હડતાલ પર ઉતર્યા 

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ.

તા.૧૩.૧૨.૨૦૨૩

હાલોલ તાલુકાની 16 ગ્રામ્ય પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવક તરીકે સેવાઓ આપતા 32 જેટલા કર્મચારીઓ તેઓની પડતર માંગણીઓ ન સ્વીકારતા આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે.આજે સવારે તમામ કર્મચારીઓ હાલોલ પોસ્ટ ઓફિસ એ એકત્રિત થયા હતા અને હાલોલ સબ પોસ્ટ માસ્તરને આ અંગે લેખિત જાણ કરી આવેદનપત્ર આપ્યું હતું. ગ્રામીણ વિસ્તારમાં દિવસના ચાર કલાકની સેવા આપતા ગ્રામીણ ડાક સેવકો અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી જતા ગ્રામ્ય વિસ્તારની ટપાલ સેવા ખોંરભાઈ જવા પામી છે.કેન્દ્ર સરકારની ગ્રામીણ પોસ્ટ ઓફિસો માં ડાક સેવક તરીકે સેવાઓ આપતા કાયમી કર્મચારીઓ તેઓની કેટલીક માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે અને જ્યાં સુધી તેઓની માંગણીઓ સ્વીકારાય નહીં ત્યાં સુધી ગ્રામીણ વિસ્તારની ટપાલ સેવા શરૂ કરવામાં નહીં આવે અને મંગણીઓ સ્વીકારવા માં આવે તે માટેના નારા લગાવતા હાલોલ ગ્રામ્ય પોસ્ટ ઓફિસના 32 જેટલા ડાક સેવકો એ હાલોલ પોસ્ટ ઓફિસ આવેદનપત્ર આપી આજથી હડતાળમાં જોડાયા છે.જ્યારે કર્મચારીઓ એ હાલોલ સબ પોસ્ટમાસ્તર ને આવેદનપત્ર પાઠવી આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હોવાની જાણ કરી છે અને તેઓને આઠ કલાકની ફરજ નો લાભ અને સિવિલ સર્વન્ટ નો દરજ્જો મળે, નાણાકીય ઇન્ક્રીમેન્ટ મળે, અને નિવૃત્તિ બાદ મળવાપાત્ર ફિક્સ ગ્રેજ્યુટીની રકમમાં વધારો કરવામાં આવે, તેમજ 30 દિવસની કાયમી રજા જે 300 રજા સુધી બિન કપાતી પગાર ની રજા નો લાભ ની સાથે કેટલીક કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાઓ અને મેડિકલ સુવિધાઓનો લાભ મળે તે માટે ની માંગણીઓ સાથે હડતાળ માં જોડાતા તાલુકાના ગામડાઓ માં આજ થી ટપાલ સેવાઓ બંધ થઈ જતા પોસ્ટ સેવા સાથે જોડાયેલા ગામડાઓના લાભાર્થીઓ ની મુશ્કેલીઓ વધી છે.

[wptube id="1252022"]
Back to top button