GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાની 13 જેટલી સસ્તા અનાજની દુકાનો આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી અને તેમની ટિમ દ્વારા શહેરા તાલુકાની 13 જેટલી સસ્તા અનાજની દુકાનો આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી,જેમાં 3 દુકાનોમાંથી કુલ ઘઉં અને ચોખામાં 33 કટ્ટાની ઘટ જણાઈ આવતા કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણા અને તેમની ટીમ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન શહેરા તાલુકાની દલવાડા,વિજાપુર,મંગલીયાણા,ધામણોદ,ખોજલવાસા,બામરોલી,લીંબોદ્રા,નરસાણા,વાડી,વલ્લવપુર અને ઉજડા જેવા વિવિધ ગામો મળી શહેરા તાલુકાની 13 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું,જેમાં જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમ્યાન બમરોલી ગામની સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં 50 કિ.ગ્રા. ઘટ, ચોખામાં 1040 કિ.ગ્રા. ઘટ જ્યારે દલવાડા ગામની સસ્તા અનાજની દુકાનમાં ચોખામાં 456 કિ.ગ્રા. ઘટ અને ઉજડા ગામની સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં 50 કિ.ગ્રા. ઘટ, ચોખામાં 175 કિ.ગ્રા. ઘટ મળી આવી હતી,આમ તપાસ કરવામાં આવેલી શહેરા તાલુકાની 13 દુકાનોમાંથી 3 સસ્તા અનાજની દુકાનોમાં ઘઉં અને ચોખાના કુલ 33 કટ્ટાની ઘટ જેની બજાર કિંમત રૂ.71,600 જણાઈ આવતા ઘટ પડેલ જથ્થા અંતર્ગત ત્રણેય પરવાનેદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button