ARAVALLIMODASA

અરવલ્લી: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડામાં માવતર વિહત ધામ મંદિરે તિથિ યજ્ઞ યોજાયો

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બાદરજીના મુવાડામાં માવતર વિહત ધામ મંદિરે તિથિ યજ્ઞ યોજાયો

આસ્થા હોય ત્યાં હંમેશા સફરતા મળતી હોય છે તેવા ભાવ સાથે બાદરજીના મુવાડા ગામે ભક્તો નું ઘોડાપુર ઉમટ્યું હતું.તલોદ ખાતે બાદરજીના મુવાડે આવેલું માં વિહત નું ધામ જ્યાં એક મોટુ વિહત માનું મંદિર આવેલું છે અને આ મંદિર મુકેશ ભુવાજી દ્વારા બનાવવામાં આવ્યું હતું.આજે પણ હજારો ભક્તો ની ભીડ યથાવત જોવા મળે છે

તલોદ તાલુકાના બાદરજીના મુવાડા ગામે આવેલ વિહત ધામમાં રવિવારે માતાજીની તિથિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં દિવસ દરમિયાન મંદિર પરિસરમાં તિથિ ની ઊજવણી નિમિતે નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો મંદિરના શિખર પર ધજા ચડાવવામાં આવી હતી યજ્ઞ પૂર્ણ થતા બગી, તેમજ ઘોડા સાથે લાઈવ ડી જે ના તાલે લોકગાયક કલાકારો ના સુરે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. મંદિરમાં મહા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રંસગે તલોદ અને પ્રાંતિજ સહીત અરવલ્લી વિસ્તારના ધર્મ પ્રેમી ભક્તો એ મોટી સઁખ્યામા દર્શન કરી ધન્યતા અનુભવી હતી.વધુમાં રાત્રીના સમયે ભવ્ય રમેલ નું આયોજના કરવામાં આવ્યું હતું જેમાં હજારો ભક્તો એ આસ્થા રૂપી માંના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button