BODELICHHOTA UDAIPUR

છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ફરજ બજાવતો કર્મચારી રૂ.૪૦૦૦/- ની લાંચ લેતા રંગે હાથએ.સી.બી ના હાથે ઝડપાયો.

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા ૪૦૦૦/- ની લાંચ ની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે આજરોજ એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓ ની છાવણી માં ચકચાર મચી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતળ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ ૪૦૦૦/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસિબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લા ના એસિબી પોલિસ અધિકારી ડી ડી વસાવા એ રૂ. ૪૦૦૦/- ની લાંચ લેતા રમેશભાઈ અંબાલાલ ઠાકોર ને રાણી બંગલા પાસે આવેલ તેનાં ઘરે થી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. છોટા ઉદેપુર તાલુકા પંચાયત નરેગા વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સમગ્ર કર્મચારી આલમ માં ચકચાર મચી ગયો છે.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર

[wptube id="1252022"]
Back to top button